Bank of India Recruitment : બેન્ક ઓફ ઈન્ડિયામાં 696 જગ્યાની ભરતી, ઓનલાઈન અરજી કરવાની અંતિમ તક
Bank of India Recruitment : બેન્ક ઓફ ઈન્ડિયામાં 696 જગ્યાની ભરતી, ઓનલાઈન અરજી કરવાની અંતિમ તક
Bank of India Recruitment 2022 : બેન્ક ઓફ ઈન્ડિયાની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી
Bank of India Recruitment 2022 : બેન્ક ઓફ ઈન્ડિયા (BOI) દ્વારા 696 ઓફિસરની જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની મંગળવારે 10-5-2022ના રોજ અંતિમ તારીખ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકે છે.
Bank of India Recruitment : બેંક ઓફ ઈન્ડિયા (BOI Recruitment 2022)એ નિયમિત અને કોન્ટ્રાક્ટના ધોરણે સ્કેલ IV સુધીના વિવિધ સ્ટ્રીમમાં ઓફિસર્સની જગ્યાઓ પર ભરતી માટે નોટિફીકેશન (Job Notification) બહાર પાડ્યું હતું. આ નોકરીમાં 595 જગ્યાઓ કાયમી પોસ્ટ માટે છે અને 100 જગ્યાઓ કરાર આધારિત છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ મંગળવારે 10-5-2022ના રોજ છે. અરજી કરતા પહેલાં નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક પરથી નોટિફીકેશન ખાસ વાંચી લેવું. અરજી કરવાની ફી અને અરજી કરવાની રીત પણ ઉમેદવારોને સમજાવવામાં આવી છે.
જેઓ લેખિત પરીક્ષામાં ક્વોલિફાય થશે તેમને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. બેંક ઓનલાઈન ટેસ્ટ રાખ્યા વિના માત્ર ઈન્ટરવ્યુ/જીડીના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરી શકે છે. જો ઓનલાઈન પરીક્ષા લેવામાં ન આવે તો બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ ઉમેદવારોની પૂરતી સંખ્યામાં તેમની લાયકાત, અનુભવ અને પોસ્ટ માટે યોગ્યતાના આધારે ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર