Bank of Baroda Recruitment : બેન્ક ઓફ બરોડામાં 159 મેનેજરની ભરતી, અરજી કરવાની અંતિમ તક
Bank of Baroda Recruitment : બેન્ક ઓફ બરોડામાં 159 મેનેજરની ભરતી, અરજી કરવાની અંતિમ તક
Bank of Baroda Recruitment : બેંક ઓફ બરોડામાં 159 જગ્યા માટે ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી
Bank of Baroda Recruitment : બેન્ક ઓફ બરોડા (BOB)માં 159 જગ્યાની ભરતી માટે નોટિફીકેશન બહાર પડ્યું હતું. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ ગુરૂવારે 14-4-2022ના રોજ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી સીધા અરજી કરી શગકે છે.
Bank of Baroda Recruitment 2022: બેંક ઓફ બરોડા (Bank of Baroda, BOB) એ બ્રાન્ચ રીસીવેબલ મેનેજર (Branch Receivables Managers, BRM)ની ભરતી કરવા માટે નોટિફિકેશન (Bank of Baroda Recruitment Notification) બહાર પાડ્યું છે. સમગ્ર ભારતમાં કુલ 159 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. BOBમાં મેનેજરની ભરતી માટે ઑનલાઇન એપ્લિકેશન (Bank of Baroda Recruitment Online Application) લિંક 14 એપ્રિલ 2022 સુધી ઉપલબ્ધ છે. ગ્રેજ્યુએશનની ડિગ્રી અને અનુભવ ધરાવતા ઉમેદવારો BOB ભરતી 2022 માટે અરજી કરી શકે છે. ગુરૂવારે આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો અહીંથી સીધા અરજી કરી શકે છે.
અરજી કરતા પહેલા ઉમેદવારોએ લાયકાત અને પાત્રતા માપદંડોને પૂર્ણ કરતા હોય એ સુનિશ્ચિત કરવું જોઈએ. શોર્ટ-લિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ / પસંદગીની ડોક્યુમેન્ટ વેરિફિકેશન વિના પ્રોવિઝનલ રહેશે. જ્યારે બેંક દ્વારા બોલાવવામાં આવે ત્યારે વિગતો/દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
Bank of Baroda Recruitment 2022: ખાલી પડેલા પદો વિશે વિગતો
બ્રાંચ રિલિવેબલ મેનેજર - 159 પદ
SC - 23, ST 11, OBC - 42,.EWS - 15, UR - 68
Bank of Baroda Recruitment 2022: નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
159
શૈક્ષણિક લાયકાત
ગ્રેજ્યએટ
પસંદગી પ્રક્રિયા
. શોર્ટ-લિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ દ્વારા
અરજી ફી
જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે રૂ. 600/- + ટેક્સ + પેમેન્ટ + ગેટવે ચાર્જ
SC, ST, PWD અને મહિલાઓ માટે રૂ.100/- + ટેક્સ + પેમેન્ટ + ગેટવે ચાર્જ
Bank of Baroda Recruitment 2022: અનુભવ: ઓછામાં ઓછા 2 વર્ષનો કામનો અનુભવ જરૂરી છે. જેમાંથી 1 વર્ષનો અનુભવ દેશમાં બેંકો/એનબીએફસી/નાણાકીય સંસ્થાઓ અને સંબંધિત ઉદ્યોગો સાથે કલેક્શન પ્રોફાઇલમાં હોવો જોઈએ.
Bank of Baroda Recruitment 2022: વય મર્યાદા:
23 થી 25 વર્ષ
Bank of Baroda Recruitment 2022: આ રીતે કરો અરજી
બેંકની વેબસાઈટ www.bankofbaroda.in/Career.htmlપર વિઝિટ કરો અને યોગ્ય ઓનલાઈન એપ્લિકેશન ફોર્મેટમાં ઓનલાઈન રજીસ્ટર કરો. જે Careers-> Current Opportunities પર ક્લિક કરી સરળતાથી કરી શકાય છે.
બેંકની વેબસાઇટ અને ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઇન્ટરનેટ બેંકિંગ વગેરેનો ઉપયોગ કરીને એપ્લિકેશન ફી ચૂકવો.
ઓનલાઈન અરજી કરતી વખતે તમારો બાયો-ડેટા અપલોડ કરો. ઉપરાંત, તમારે તેમના સ્કેન કરેલા ફોટોગ્રાફ, સિગ્નેચર અને તેમના સંબંધિત અન્ય ડોક્યુમેન્ટ પણ અપલોડ કરો.