Bank of Baroda Recruitment : બેંક ઓફ બરોડાની 42 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
Bank of Baroda Recruitment : બેંક ઓફ બરોડાની 42 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
Bank of Baroda Recruitment : બેંક ઓફ બરોડામાં 45 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તક
Bank of Baroda Recruitment 2022 : બેંક ઓફ બરોડા (BOB) દ્વારા 42 મેનેજરિયલ પોસ્ટ માટે ભરતી બહાર પાડવાાં આવી હતી. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 15 માર્ચ 2022 છે. ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે.
Bank of Baroda Recruitment 2022:બેન્ક ઓફ બરોડા (Bank of Baroda) એ રિસ્ક મેનેજમેન્ટ અને ફ્રોડ રિસ્ક ડિપાર્ટમેન્ટ વિભાગમાં નિયમિતરૂપે અને કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી બહાર પાડી છે. પાત્રતા ધરાવનાર અને અનુભવ ધરાવનાર ઉમેદવાર અરજી કરી શકે છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર બેન્ક ઓફ બરોડાની અધિકૃત વેબસાઈટ https://www.bankofbaroda.in/. પરથી અરજી કરી શકે છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા તેઓ આ પદ માટે પાત્રતા ધરાવે છે કે નહીં તેની નોટિકેશન વાંચીને ચકાસણી કરી લેવી. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ મંગળવારે 15મી માર્ચે છે. ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી અરજી કરવી
બેન્ક ઓફ બરોડાએ કુલ 42 પદ પર ભરતી બહાર પાડી છે. જેમાં 4 જગ્યાઓ પર SC ઉમેદવારની, 1 જગ્યા પર ST ઉમેદવારની, 7 જગ્યા પર OBC ઉમેદવારની, 2 જગ્યા પર EWS ઉમેદવારની અને 28 જગ્યા પર જનરલ ઉમેદવારની ભરતી કરવામાં આવશે.
Bank of Baroda Recruitment 2022: વયમર્યાદા
જનરલ કેટેગેરીના ઉમેદવાર માટે મહત્તમ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. વયમર્યાદામાં SC અને ST ના ઉમેદવારને 5 વર્ષની, OBC ઉમેદવારને 3 વર્ષની, જનરલ કેટેગરીના વિકલાંગ ઉમેદવારને 10 વર્ષની, OBC કેટેગરીના વિકલાંગ ઉમેદવારને 13 વર્ષની, SC અને ST કેટેગરીના વિકલાંગ ઉમેદવારને 15 વર્ષની છૂટ આપવામાં આવી છે.
Bank of Baroda Recruitment 2022: કેવી રીતે અરજી કરવાની રહેશે
ઉમેદવારોએ બેન્ક ઓફ બરોડાની અધિકૃત વેબસાઈટ bankofbaroda.in/Career.htm ઓપન કરવાની રહેશે.
ત્યારબાદ ઉમેદવારોએ યોગ્ય ફોર્મેટમાં રજિસ્ટર કરીને તમામ વિગતો ભરવાની રહેશે.
તમામ વિગતો ભરીને ઉમેદવારોએ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરીને અરજી ફી ચૂકવવાની રહેશે.
અરજી કરવા માટે અને પરીક્ષાની તમામ વિગતો મેળવવા માટે ઉમેદવાર પાસે વેલિડ ઈમેઈલ આઈડી અને કોન્ટેક્ટ નંબર હોવો જરૂરી છે.
બેંક દ્વારા આ નોકરી માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોએ સર્વિસ બોન્ડ પણ સાઇન કરવાનો રહેશે. આ અંગે વધુ માહિતી નોટિફિકેશનમાં આપવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર