Home /News /gujarat /Bank Holidays June 2022 : જૂનમાં 12 દિવસ માટે બેંકો બંધ રહેશે, કોઈ કામ માટે બેન્કમાં જતા પહેલા જોઈલો રજાઓનું લીસ્ટ
Bank Holidays June 2022 : જૂનમાં 12 દિવસ માટે બેંકો બંધ રહેશે, કોઈ કામ માટે બેન્કમાં જતા પહેલા જોઈલો રજાઓનું લીસ્ટ
જુન મહિનામાં બેન્કની રજાઓ
Bank Holidays June 2022 : આરબીઆઈ (RBI) દ્વારા જાહેર કરાયેલા ચાર્ટ મુજબ જૂનમાં 6 સપ્તાહની રજાઓ એટલે કે શનિવાર-રવિવાર ઉપરાંત અન્ય 6 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓ માત્ર જાહેર ક્ષેત્રની બેંકોને જ નહીં પરંતુ ખાનગી, વિદેશી, સહકારી અને પ્રાદેશિક બેંકોને પણ લાગુ પડશે
Bank Holidays June 2022 : જૂન મહિનાની શરૂઆત સાથે, ઘણા ફેરફારો લાગુ થઈ ગયા છે. આ સાથે રિઝર્વ બેંકે (RBI) દેશની બેંકો માટે જાહેર રજાઓનું લીસ્ટ પણ બહાર પાડ્યું છે. આ વખતે જૂનમાં બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે. આવી સ્થિતિમાં, જો તમે બેંક જવાનું વિચારી રહ્યા છો, તો આ મહિને તમે રજાઓનું લીસ્ટ જોઈને જશો.
આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા ચાર્ટ મુજબ જૂનમાં 6 સપ્તાહની રજાઓ એટલે કે શનિવાર-રવિવાર ઉપરાંત અન્ય 6 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓ માત્ર જાહેર ક્ષેત્રની બેંકોને જ નહીં પરંતુ ખાનગી, વિદેશી, સહકારી અને પ્રાદેશિક બેંકોને પણ લાગુ પડશે. આરબીઆઈ દર વર્ષે ત્રણ કેટેગરીમાં બેંક રજાઓ નક્કી કરે છે. આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ હોલિડે, રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે અને બેંક્સ ક્લોઝિંગ ઓફ એકાઉન્ટ જેવી શ્રેણીઓનો સમાવેશ થાય છે.
દરેક રાજ્યમાં અલગ-અલગ કારણોસર રજા રહેતી હોય છે
જો કે રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ રજાઓની યાદી તમામ રાજ્યોની તમામ બેંકોને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ અમુક રજાઓ ફક્ત એક અથવા વધુ રાજ્યોમાં જ લાગુ પડે છે. આ નિયમો આ મહિને પણ લાગુ થશે, જેના કારણે ઘણી રજાઓ આખા દેશમાં હોવાને બદલે ચોક્કસ રાજ્યમાં ઉજવવામાં આવશે. આ વખતે પણ ઘણા રાજ્યોમાં ખાસ રજાઓ રહેશે. આવી સ્થિતિમાં, તે રાજ્ય સિવાય અન્ય રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે.
આ દિવસે શનિવાર-રવિવારે આવી જાય છે
જૂનમાં કુલ ચાર રવિવાર અને બે શનિવાર છે. બેંકો બીજા અને ચોથા શનિવારે બંધ રહેતી હોવાથી 4 રવિવાર અને 2 શનિવારે માત્ર 6 રજાઓ જ રહેશે. આ મહિને 5મી જૂને રવિવાર, 11મી જૂને બીજો શનિવાર, 12મી જૂને રવિવાર, 19મી જૂને ફરી રવિવાર, 25મી જૂને ચોથો શનિવાર અને 26મી જૂને રવિવાર હશે.
અન્ય રજાઓના દિવસે પણ બેંકો 6 દિવસ બંધ રહેશે
2 જૂન એ મહારાણા પ્રતાપ જયંતિ અને તેલંગાણા સ્થાપના દિવસ છે. આ અવસર પર હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, તેલંગાણામાં બેંકો બંધ રહેશે. 3 જૂન શ્રી ગુરુ અર્જુન દેવજીનો શહીદી દિવસ છે અને આ દિવસે બેંકો માત્ર પંજાબમાં જ બંધ રહેશે. 14 જૂને સંત ગુરુ કબીરની જન્મજયંતિ નિમિત્તે હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, હરિયાણા, પંજાબ અને ઓડિશામાં રજા રહેશે. 15મી જૂન એ રાજા સંક્રાંતિ અને ગુરુ હરગોવિંદજીનો જન્મદિવસ છે. આના કારણે ઓડિશા, મિઝોરમ, જમ્મુ-કાશ્મીરની બેંકોમાં કોઈ કામ થશે નહીં. ત્રિપુરામાં 22 જૂને ખાર્ચી પૂજાના અવસર પર બેંકો બંધ રહેશે. 30મી જૂને પણ માત્ર મિઝોરમમાં જ રેમનાની તહેવારને કારણે બેંક રજાઓ રહેશે.
જો તમને બેંકની રજાઓ વિશે વધુ માહિતી જોઈતી હોય, તો તમે આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર જઈને સંપૂર્ણ યાદી જોઈ શકો છો. https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx પર તમને દર મહિને અને દરેક રાજ્યની બેંક રજાઓ વિશે માહિતી મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર