જો Yes Bank ડૂબી તો આપના ખાતામાં જમા કેટલા રૂપિયા સુરિક્ષત રહેશે? જાણો RBIનો નિયમ

યસ બેંક પર RBIએ સકંજો કસીને ગ્રાહકોને માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડવાની છૂટ આપી છે, આ પાબંદી 3 એપ્રિલ સુધી લાગુ

યસ બેંક પર RBIએ સકંજો કસીને ગ્રાહકોને માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડવાની છૂટ આપી છે, આ પાબંદી 3 એપ્રિલ સુધી લાગુ

 • Share this:
  નવી દિલ્હી : યસ બેંક પર RBIએ સકંજો કસી દીધો છે. હવે ગ્રાહક 50 હજાર રૂપિયાથી વધુ નહીં ઉપાડી શકે. આ પાબંદી 3 એપ્રિલ સુધી લગાવવામાં આવી છે. RBIએ બેંકના મેનેજમેન્ટને ટેકઓવર કરી દીધું છે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે કેટલા પણ ખાતા હશે તો પણ 50 હજાર રૂપિયા જ ઉપાડી શકાશે. નાણા મંત્રાલયે YES BANK માટે આદેશ જાહેર કરી દીધા છે. આ સમાચાર ફેલાતાં જ YES BANKના ATM પર લોકોની ભીડ થઈ ગઈ છે. બેંકની નેટ બેન્કિંગ અને ATM સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. જેને કારણે ગ્રાહક પરેશાન થઈ રહ્યા છે, પરંતુ આ સંકટ છતાંય યસ બેંકના ગ્રાહકોને ગભરાવવાની જરૂર નથી, કારણ કે સરકારે એક એવી જોગવાઈ કરી છે જેનાથી બેંક ડૂબી જશે તો પણ ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહેશે.


  જો કોઈ બેંક ડૂબી જાય છે કે દેવાળું કાઢે છે તો તેના ડિપોઝિટરોને મહત્મ 1 લાખ રૂપિયા જ મળશે, તેના ખાતામાં ભલે કેટલા પણ પૈસા જમા હોય. ભારતીય રિઝર્વ બેંક (RBI)ની સબ્સિડિયરી ડિપૉઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC) મુજબ, વીમાનો અર્થ એવો પણ છે કે જમા રકમ કેટલી પણ હોય ગ્રાહકોને 1 લાખ રૂપિયા જ મળશે.


  તમામ બેંક ડિપોઝિટરોનો વીમો કરનારા DICGCએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા દાખલ ERTIના જવાબમાં કહ્યું કે, આ બચત, ફિક્સ્ડ ડિપૉઝિટ, કરન્ટ અને રિકરિંગ ડિપોઝિટ ખાતાને કવર કરે છે.


  1 લાખ રૂપિયાની રકમ સુરક્ષિત - DICGC એક્ટ, 1961ની કલમ 16(1)ની જોગવાઈઓ હેઠળ, જો કોઈ બેંક ડૂબી જાય છે કે દીવાળું કાઢે છે તો DICGC પ્રત્યેક ડિપોઝિટરોને ચૂકવણી કરવા માટે ઉત્તરદાયી હોય છે. તેની જમા રકમ પર 1 લાખ રૂપિયા સુધીનો વીમો હોય છે. એક જ બેંકની અનેક શાખાઓમાં તમારા ખાતા છે તો તમામ ખાતામાં જમા રકમ અને વ્યાજ જોડવામાં આવશે અને માત્ર 1 લાખ સુધી જમાને જ સુરક્ષિત માનવામાં આવશે.


  આ ઉપરાંત, જો આપના કોઈ એક બેંકમાં એકથી વધુ એકાઉન્ટ અને FD છે તો પણ બેંકના ડિફૉલ્ટ થતાં કે ડૂબી ગયા બાદ આપના 1 લાખ રૂપિયાની જ ગેરન્ટી છે. આ રકમ કેવી રીતે મળશે, તે ગાઇડલાઇન્સ DICGC નક્કી કરે છે.


  વીમા રકમ વધારવાની જાણકારી નથી - એવું પૂછવામાં આવ્યું કે શું હાલમાં પીએમસી બેંક (PMC Bank) છેતરપિંડીના ધ્યાને લઈ બેંકમાં ઇશ્યોર્ડ 1 લાખ રૂપિયાની મર્યાદા વધારવા માટે કોઈ પ્રસ્તાવ છે કે વિચારધીન છે, DICGCએ કહ્યું કે, નિગમની પાસે અપેક્ષિત જાણકારી નથી.


  DICGCએ કહ્યું કે, બેંકમાં જે પણ પૈસા જમા કરાવે છે, તેને મહત્તમ 1 લાખ રૂપિયા સુધી વીમા કવર મળે છે. તેનો અર્થ છે કે જો કોઈ કારણથી બેંક ફડચામાં જાય છે કે બંધ કરવામાં આવે છે અથવા બેંકનું લાઇસન્સ રદ થાય છે, તે સ્થિતિમાં તેને 1 લાખ રૂપિયા કોઈ પણ સ્થિતિમાં મળશે. ભલે બેંકમાં તમે કેટલી પણ મોટી રકમ કેમ જમા ન કરાવી હોય.


  નોંધનીય છે કે, 24 સપ્ટેમ્બરે RBIએ મહારાષ્ટ્રની પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકમાં છેતરપિંડી બહાર આવ્યા બાદ તેની પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને તેની તપાસ માટે એક એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કર્યા છે. શરૂઆતમાં RBIએ પીએમસી બેંકના ગ્રાહકોને બેંકથી પૈસા ઉપાડવાની મનાઈ ફરમાવી દીધી હતી અને તેમને 6 મહિનામાં માત્ર 10 હજાર રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી હતી. જોકે બાદમાં RBiએ ઉપાડની મર્યાદા વધારીને 50 હજાર રૂપિયા કરી દીધી. આ ઘટના બાદ જ એ ચર્ચાનો વિષય બન્યો હતો કે બેંકોમાં ડિપોઝિટરોના માત્ર 1 લાખ રૂપિયા જ સુરક્ષિત છે.
  Published by:user_1
  First published: