Home /News /gujarat /બનાસકાંઠાઃ ધાનેરામાં રીક્ષા ચાલકની લુખ્ખાગીરીનો live video, સીધો CNG ના ભરી આપતા કર્મચારી ઉપર કર્યો હથિયાર વડે હુમલો

બનાસકાંઠાઃ ધાનેરામાં રીક્ષા ચાલકની લુખ્ખાગીરીનો live video, સીધો CNG ના ભરી આપતા કર્મચારી ઉપર કર્યો હથિયાર વડે હુમલો

CCTV પરથી તસવીર

CNG પંપ ઉપર વાહનોની લાંબી કતારો હોવાથી રીક્ષા ચાલક સીધો જ ગેર ભરાવવા પહોંચી ગયો હતો. જોકે, લાઈનમાં રહેવાનું કહેતા ઉશ્કેરાઈ ગયો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ બનાસકાંઠાના (Banaskantha) ધાનેરા શહેરમાં (dhanera) ફરી એકવાર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની  ગુરુકૃપા સીએનજી પંપ પર વાહનોની લાઇન વચ્ચે ડાયરેક્ટ સીએનજીના ભરી આપતા રીક્ષા ચાલક (Rickshaw driver) સહિત ત્રણ શખ્સોએ સીએનજી પંપના (CNG Pump) કર્મચારી પર જીવલેણ હુમલો (attack) કર્યો હતો આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં (CCTV) કેદ થઈ ગઈ છે.

    ધાનેરા શહેરમાં પોલીસની ઢીલી નીતિને કારણે અસામાજિક તત્ત્વો બેફામ બની ગયા છે. જેમાં ગઇકાલે મોડી સાંજે પણ ગુરુકૃપા સીએનજી પંપ પણ ત્રણ સામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના બની હતી. ગુરુકૃપા સીએનજી પંપ પર વાહનોની લાંબી કતારો સીએનજી ભરાવવા માટે લાગી હતી.

    તે દરમિયાન એક રિક્ષા ચાલક સીધો જ સીએનજી બનાવવા માટે પંપ પાસે પહોંચી ગયો હતો જોકે કર્મચારીએ તેને પણ લાઈનમાં ઉભા રહેવા માટે જણાવતા બંને વચ્ચે રકઝક થઈ હતી, જેથી ઉશ્કેરાયેલા રીક્ષા ચાલક સહિત ત્રણ શખ્સોએ સીએનજી પંપના કર્મચારી સાથે બોલાચાલી કરી બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ પિતા વગરની 12 વર્ષની દીકરીનો દેહ પિંખનાર ત્રણ નરાધમો ઝડપાયા, વીરુ, અક્ષય અને અવી આવ્યા કાયદાના સકંજામાં

    આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

    અને પંપ ના કર્મચારીને માર માર્યો હતો જે સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાદમાં આ ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા.ઘટના અંગેની જાણ થતાં જ સીએનજી પંપ ના માલિક પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અને ધાનેરા પોલીસને જાણ કરી હતી.

    આ પણ વાંચોઃ-દુલ્હનની જેમ સજી પ્રેમિકાને મળવા ગયો પ્રેમી, અવાજ પણ બદલ્યો છતાં પકડાયો, પછી શું થયું જુઓ જોરદાર vide

    આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ રીસામણે ગયેલી પત્નીને મળવા ગયો પતિ, સાસરિયાઓએ ભેગા મળીને પથ્થરના ઘા મારીને જમાઈની કરી હત્યા

    આ પણ વાંચોઃ-રામ રાખે તેને કોણ ચાખે! ટ્રક નીચે આવી ગયા બાઈક પર જતા બે યુવકો, ચમત્કારી રીતે બચતા યુવકોનો live video

    જોકે પોલીસે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાતી હોવા છતાં પણ ફરિયાદ દાખલ કરવાના બદલે માત્ર અરજી લઈને કાર્યવાહી શરૂ કરતા પોલીસ ની કામગીરી સામે પણ સવાલ થઈ રહ્યા છે.



    આ બનાવ અંગે ગુરુકૃપા CNG પંપના મેનેજર ધારસિંહભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે  હુમલો થયો હતો પણ પોલીસે માત્ર અરજી લઈ તપાસ શરૂ કરી છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Banaskantha, CNG pump, Dhanera, સીસીટીવી, હુમલો

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો