Home /News /gujarat /બનાસકાંઠાઃ દાંતીવાડાના સેના જવાનનો રાજસ્થાનમાં અકસ્માત, પત્ની અને સાસુ સહિત ત્રણેયના મોત

બનાસકાંઠાઃ દાંતીવાડાના સેના જવાનનો રાજસ્થાનમાં અકસ્માત, પત્ની અને સાસુ સહિત ત્રણેયના મોત

બનાસકાંઠાના સેના જવાનને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત

Banaskantha Army Man Accident: બનાસકાંઠાના ધાનેરી ગામના સેનામાં ફરજ બજાવતા જવાનને રાજસ્થાનમાં નડેલા અકસ્માતમાં તેમની સહિત પત્ની અને સાસુનું મોત થયું છે. ત્રણેના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા. ટ્રકની ટક્કરે અકસ્માત સર્જાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ ...
બનાસકાંઠાઃ દાંતીવાડાના ધાનેરી ગામના સેનામાં ફરજ બજાવતા જવાનનું અકસ્માતમાં મોત થયું છે. 24 વર્ષના જવાન પ્રભુભાઈ ચૌધરી તેમના પત્ની અને સાસુ સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે બનેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણેના મોત થઈ ગયા છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આજે જવાન સહિત અકસ્માતમાં મૃત્યુ પામેલાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ બનાવ માટે કોણ જવાબદાર છે તે અંગે

અકસ્માતમાં સેનાના જવાનનો જીવ ગયો


બિકાનેરમાં આર્મી કેમ્પમાં ફરજ બજાવતા 24 વર્ષના જવાન પ્રભુભાઈ ચૌધરી કોઈ કામથી તેમના પત્ની તથા સાસુ સાથે કોઈ કામ માટે ગયા હતા ત્યારે રાજસ્થાનના પાલી પાસે ટ્રક સાથે થયેલા અકસ્માતમાં મોત થઈ ગયું છે. અકસ્માતની ઘટના વિશે જાણીને પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાતને માવઠાથી છૂટકારો નહીં મળે?

અકસ્માતની ઘટના અંગે જાણ થતાં લોકોના ટોળા બનાવના સ્થળ પર એકઠા થઈ ગયા હતા. ઘાયલ થયેલા પ્રભુભાઈ તેમના પત્ની અને સાસુને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. બનાવ સ્થળ પોલીસની ટીમ પણ પહોંચી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


મૃતકની તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તેઓ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા અને દાંતીવાડાના ધાનેરી ગામના રહેવાસી છે. જે બાદ આ ઘટના અંગે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ અકસ્માત માટે કોણ જવાબદાર છે તેની તપાસ માટે પંચનામા સહિતની કામગીરી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.


અકસ્માત સ્થળ પર પહોંચેલા લોકોએ કારની હાલત અને અંદર બેઠેલા મુસાફરોની હાલત જોઈને કમકમાટી છૂટી ગઈ હતી. આ ઘટનામાં જે કારમાં સેનાના જવાન તેમના પત્ની અને સાસુ સાથે જઈ રહ્યા હતા તેનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવર કોણ છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
First published:

Tags: Army Man, Banaskantha, Gujarati news, Road accident

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો