Home /News /gujarat /આખા રાજ્યમાં માત્ર 1 રેલવે સ્ટેશન, અહીં પૂરી થાય છે ભારતની રેલ લાઇન

આખા રાજ્યમાં માત્ર 1 રેલવે સ્ટેશન, અહીં પૂરી થાય છે ભારતની રેલ લાઇન

ભારતનું એવું રાજ્ય કે જ્યાં એક જ રેલવે સ્ટેશન

Railway Knowledge: ભારતીય રેલવેની મિઝોરમને લઈને અનોખી કહાણી છે. જણાવી દઈએ કે, આ રાજ્યમાં સ્થિત બઈરાબી રેલ્વે સ્ટેશન એ રાજ્યનું એકમાત્ર સ્ટેશન છે અને તેનાથી આગળ કોઈ અન્ય રેલ્વે સ્ટેશન નથી.

નવી દિલ્હી: ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે, કારણ કે દરરોજ કરોડો લોકો તેમના ગામો, ઘરો, શહેરો અને ઓફિસો સુધી પહોંચવા માટે ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશમાં રેલ્વેનું વિશાળ નેટવર્ક છે અને લગભગ 8 હજાર રેલ્વે સ્ટેશન છે. દરેક રાજ્યમાં તેમની સંખ્યા હજારોમાં છે, પરંતુ ભારતમાં એક રાજ્ય એવું છે જ્યાં એક જ રેલવે સ્ટેશન છે. આ ખૂબ જ આશ્ચર્યજનક છે, પરંતુ યોગાનુયોગ સાચું છે. ચાલો જાણીએ કે, આ કયું રાજ્ય છે જ્યાં 11 લાખની વસ્તી માટે એક જ રેલવે સ્ટેશન છે.

મિઝોરમ ભારતના ઉત્તરપૂર્વમાં એક એવું રાજ્ય છે કે, જ્યાં માત્ર 1 રેલવે સ્ટેશન છે. મિઝોરમના બઈરાબી રેલ્વે સ્ટેશન પર આવ્યા બાદ ભારતીય રેલ્વેની યાત્રાનો અંત આવે છે. આ સ્ટેશન પરથી પેસેન્જર ટ્રેનો ઉપરાંત માલસામાનની પણ હેરફેર થાય છે.

આ પણ વાંચો: જો ચાલુ ટ્રેને ડ્રાઈવર ઊંઘી જાય તો પણ અકસ્માત નહીં થાય! રેલવેની આ સિસ્ટમથી હશો અજાણ

બઈરાબી સ્ટેશનની વિચિત્ર કહાણી

મિઝોરમમાં સ્થિત બઈરાબી રેલ્વે સ્ટેશન રાજ્યનું એકમાત્ર સ્ટેશન છે અને તેનાથી આગળ કોઈ અન્ય રેલ્વે સ્ટેશન નથી. 11 લાખની વસ્તી ધરાવતા રાજ્યમાં એક જ રેલવે સ્ટેશન હોય તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તે સ્વાભાવિક છે. અન્ય રેલવે સ્ટેશન ન હોવાને કારણે રાજ્યના તમામ લોકો મુસાફરી કરવા માટે આ રેલવે સ્ટેશને પહોંચે છે.

" isDesktop="true" id="1350043" >
3 પ્લેટફોર્મ ધરાવતા સ્ટેશન પર સુવિધાઓનો અભાવ

3 પ્લેટફોર્મ ધરાવતા બઈરાબી રેલવે સ્ટેશન પર પણ સુવિધાનો અભાવ છે. આ રેલવે સ્ટેશનનો કોડ BHRB છે. સ્ટેશન પર ટ્રેનોની અવરજવર માટે 4 ટ્રેક છે. આ સ્ટેશનનો પુનઃવિકાસ 2016 માં શરૂ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, આ પહેલા તે વધુ નાનું હતું.

આ પણ વાંચો: શા માટે ટ્રેનમાં વાદળી, લાલ અને લીલા ડબ્બા હોય છે? દરેક રંગનો શું છે અર્થ

બઈરાબી રેલ્વે સ્ટેશન કથકલ જંકશન રેલ્વે સ્ટેશન સાથે 84 કિમીના અંતર સાથે જોડાયેલ છે, જેમાંથી 2 કિમીનો ભાગ મિઝોરમમાં આવે છે. રેલવે તરફથી અહીં બીજું રેલવે સ્ટેશન બનાવવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે.
First published:

Tags: Indian railways, Trains, Unknown facts