ન્યૂઝ 18 ગુજરાતી: લાલુ પ્રસાદ યાદવને આઈઆરસીટીસી ગોટાળાના કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. લાલુ યાદવને એક લાખ રૂપિયા ભરવાનો નિર્દેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. હાલમાં લાલુ યાદવ ઘાસચારાના ગોટાળાના કેસમાં જેલ સજા કાપી રહ્યાં છે, અને રાંચીની રીમ્સમાં દાખલ થયેલા છે.
સીબીઆઈ અને ઈડીની ચાર્જશીટ પર સુનાવણી કરતા કોર્ટે કર્યું કે આ કેસમાં આગલી સુનાવણી 11મી ફેબ્રુઆરીએ થશે. લાલુ-તેજસ્વી અને રાબડી દેવીના આ કેસમાં જામીન અંગે 28મી જાન્યુઆરીએ ચુકાદો આવશે.
આજે રેલવે ટેન્ડર ગોટાળામાં બિહારના પૂર્વ મુખ્ય મંત્રી રાબડી દેવી અને તેમના પુત્ર તેજસ્વી યાદવ પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં રાબડી દેવી અને તેજસ્વીને હાજર કરતા સમયે સાંસદ મનોજ જા અને રાજન તિવારી પણ ઉપસ્થિત હતા.
પાછલી સુનાવણી દરમિયાન લાલુ પ્રસાદ યાદવને કોર્ટમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી હાજર કરવામાં આવ્યા હતા. જ્યારે તેજસ્વી અને રાબડી દેવી ખુદ હાજર થયા હતા. કોર્ટે એ સુનાવણીમાં જણાવ્યું હતું કે 19મી જાન્યુઆરીએ દસ્તાવેજોની છટણી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 6 ઑક્ટોબરે સીબીઆઈ કેસમાં રાબડી દેવી, તેજસ્વી યાદવ અને અન્ય આરોપીઓને કોર્ટે જામીન આપી દીધા હતા. સીબીઆઈએ કોર્ટમાં કાયમી જામીનનો વિરોધ કરતા જણાવ્યું હતું કે તેમને જામીન મળવાથી કેસની તપાસ પર અસર પહોંચી શકે છે. જ્યારે, મની લૉન્ડ્રિંગ કેસમાં રાબડી દેવી, તેજસ્વી યાદવ સહિત અન્ય આરોપીઓને એક લાખ રૂપિયાના વચગાળાના જામીન આપ્યા હતા. લાલુ પ્રસાદ યાદવ ત્યારે ખરાબ તબિયતના કારણે કોર્ટમાં હાજર થયા નહોતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર