LRD પેપરલીક મામલોઃ ચાર આરોપીઓના જામીન મંજૂર

News18 Gujarati
Updated: February 28, 2019, 8:44 PM IST
LRD પેપરલીક મામલોઃ ચાર આરોપીઓના જામીન મંજૂર
ગુજરાત હાઇકોર્ટની તસવીર
News18 Gujarati
Updated: February 28, 2019, 8:44 PM IST
રાજ્યના બહુચર્ચીત પેપરલીક કૌભાડના ચાર આરોપીને હાઇકોર્ટે જામીન આપ્યા છે. જસ્ટિસ એ.વાય કોગજેની કોર્ટમાં પેપરલીક મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ ચાર આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદમાં સ્થિત હાઇકોર્ટમાં જસ્ટિસ એ.વાય. કોગજેની કોર્ટમાં પેપરલીક કૌભાંડ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન આરોપીઓએ જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ અંતર્ગત આરોપી અજયસિંહ પરમાર, પ્રતિશ પટેશ અને ઉત્તમ સિંહ ભાટ્ટીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પેપરીક થયા બાદ આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ ત્રણેય સેનાએ પાકિસ્તાનની પોલ ખોલી, F-16થી દાગવામાં આવેલી મિસાઇલના ટૂકડા રજૂ કર્યા

ઉલ્લેખનીય છે કે લોકસક્ષક ભરતી દળનું પેપર લીક થયા પછી રાજ્ય સરકાર હચમચી ઉઠી હતી. આ પરીક્ષાના પેપર લીક કૌભાંડનો રેલો અરવલ્લી તરફ જોવા મળ્યો હતો, અહીંથી થોડા સમય પહેલા જ પેપરલીક પ્રકરણમાં ધનસુરાના વડાગામમાંથી ગાંધીનગર પોલીસે એક યુવકને ઉઠાવી જતાં ગામમાં હલચલ મચી હતી. જ્યારે ધનસુરા પોલીસે અટકાયત બાબતે કોઇ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું.

થોડા સમય પહેલા જ દિલ્હીની પ્રોફેશનલ ગેંગ સાથે આખુ ષડયંત્ર રચનાર સુરેશ પંડ્યાની ધરપકડ કરી છે. જેના કારણે ગુજરાતની પોલીસને આ કાંડની મહત્વપૂર્ણ કડી હાથ લાગી છે. સુરેશનાં સાગરિત અશ્વિન અને કેરિયર તરીકે કામ કરનાર નિલેશની પણ હવે પકડાઇ જશે.
First published: February 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...