કોરોના પછી 'તારક મેહતા...'નું શૂટિંગ થયુ શરૂ, બબીતાજીએ શેર કર્યો ખાસ VIDEO

મુનમુન સેન (ઇન્સ્ટાગ્રામ પરથી)

  • Share this:
    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: લોકડાઉન બાદ હવે ટીવી શોનું કામ શરૂ થઇ ગયુ છે ત્યારે લોકોને હસાવવાં તારક મેહતા કા ઉલ્ટા ચશમાનાં નવાં એપિસોડ શરૂ થઇ ગયા છે. શોનાં દરેક પાત્ર ફરી શૂટિંગ થતા ખુબજ ખુશ છે. તેમાં પણ બબીતાજી એટલે કે મુનમુન સેન શોની જાન છે. તેમણે હાલમાં જ સોશિયલ મીડિયા પર શૂટિંગનો વીડિયો મુક્યો છે. હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં શૂટિંગનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

    ગોકુળધામમાં શોનું શૂટિંગ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે તે આ વીડિયોમાં બબીતાએ શેર કર્યો છે જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ક્રૂ મેમ્બર્સ પણ માસ્ક પહેરેલા દેખાઈ રહ્યા છે.

    આ સાથે જ બબીતાએ કેપ્શન આપ્યું છે, સીનના શૂટિંગની વચ્ચે… મારા દિવસના કામની એક નાની ઝલક… આ ન્યૂ નોર્મલ છે.’ મુનમુનનો આ વીડિયો હાલમાં ચર્ચામાં છે આ વીડિયો પર રાજ અનડકટ એટલે કે ટપ્પુએ પણ કોમેન્ટ કરી છે.




    ઉલ્લેખનીય છે કે, શોના મેકર્સ પ્રમાણે વાત કરીએ તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નવા એપિસોડનું પ્રસારણ 22મી જુલાઈથી થવાનું છે. શોને ચાર 28 જૂલાઇનાં 12 વર્ષ પૂર્ણ થશે.
    Published by:Margi Pandya
    First published: