Home /News /gujarat /આયુષ્માન ખુરાનાનાં ઘરે આવ્યું નાનું મહેમાન, તાહિરા કશ્યપે લખ્યું It’s a Girl...

આયુષ્માન ખુરાનાનાં ઘરે આવ્યું નાનું મહેમાન, તાહિરા કશ્યપે લખ્યું It’s a Girl...

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ (Photo- Twitter)

આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) અને તેની પત્ની તાહિરા કશ્યપ (Tahira Kashyap)નાં ઘરે એક નાનકડું મહેમાન આવ્યું છે. અને તાહિરાએ આ નાનકડાં મેહમાનનું સ્વાગત સોશિયલ મીડિયા પર કર્યું છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) અને તેની પત્ની તાહિરા કશ્યપ (Tahira Kashyap)નાં ઘરે એક નવું મહેમાન આવ્યું છે. અને તાહિરાએ આ નાનકડાં મેહમાનનું સ્વાગત સોશિયલ મીડિયા પર કર્યું છે. આ નાનકડા મેહમાનનાં સ્વાગતમાં તાહિરાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'અમારા પરિવારનું નવું સભ્ય. આ એક દીકરી છે. તેનું નામ પીનટ. છે.' ખરેખરમાં પીનટ તાહિરા અને આયુષ્માનનું નવું પેટ છે. જેની સાથે તાહિરાએ પોતાની તસવીર શેર કરી છે.

તાહિરાએ સોશિયલ મીડિયા પર લખય્યું છે કે, 'અમારા પરિવારમાં નવાં સભ્યની એન્ટ્રી થઇ છે. અને તેનું નામ પીનટ છે અમે સૌ તેને ખુબ પ્રેમ કરીએ છીએ.. પીનટની એક કહાની પણ છે. તાહિરા વધુમાં લખે છે કે ,' 'પીનટ ને લેવામાં અમારી મદદ કરનાર તે વ્યક્તિએ અમને કહ્યું કે, મોટે ભાગે લોકો મેલ ડોગ્સને પસંદ કરે છે તો તેનાંથી કોઇ ફરક નથી પડતો કે પીનટનો ભાઇ કેટલો ક્યુટહતો. પણ પીનટ અમારી બીજી ચોઇસ નહીં બને.. .પ્લીઝ સ્વાગત કરો.'

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ (Photo- Twitter)


તાહિરાની આ પોસ્ટ પર તેનાં દિયર અને આયુષ્માન ખુરાનાનાં ભાઇ અપારશક્તિ ખુરાનાએ કમેન્ટ કરી છે કે, તેઓ પણ બેબીનું વેલકમ કરવા આવી રહ્યાં છે. તો એક્ટ્રેસ કૃતિ સેનને લખ્યું કે, તે પીનટ ખુરાનાને મળવા ઉત્ષુક છે.

તાહિરાની પોસ્ટ પર નુસત ભરુચા, યામી ગૌતમ, નીતિ મોહન, તારા શર્મા જેવાં ઘણાં સિતારાએ કમેન્ટ કરી છે.
First published:

Tags: Ayushmann Khurrana, Kriti senon, Tahira kashyap

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો