અમદાવાદ : રાજ્યમાં કોરોના ફરી (Coronavirus case)વકરી રહ્યો છે. રાજ્યમાં 10 હજારથી વધુ નવા કેસ ઉપરાંત પહેલીવાર ત્રીજી લહેરમાં 8 દર્દીઓના મોત નિપજ્યા છે. કોરોના (Coronavirus)વકરતા લોકો ફરી ઉકાળા અને આયુર્વેદીક દવા (Ayurvedic medicine)તરફ વળ્યા છે અને આયુર્વેદિક દવાઓની માંગમાં 100 %નો વધારો થયો છે. જોકે કોરોનાથી બચવા આયુર્વેદિક (Ayurvedic)નિષ્ણાંતો ડર, ડાયેટ અને દવા એમ D3ની ફોર્મ્યુલા અપનાવવાની અપીલ કરી રહ્યા છે. કેવી રીતે અપનાવશો D3 ફોર્મ્યુલા આ અહેવાલમાં જોઈએ.
ગત 7 જાન્યુઆરીથી કોરોનાના કેસમા એકાએક ઉછાળો આવ્યો છે. જેને લઈ હાલ રાજ્યમાં રોજના 10 હજાર પોઝિટિવ કેસ નવા ઉમેરાઈ રહ્યા છે અને એક્ટિવ કેસ 55 હજારને પાર પહોંચી ગયા છે. તેવામાં કોરોનાને મ્હાત આપવા લોકો ફરી એકવાર આયુર્વેદ અને હોમીઓપેથી ઉપચાર તરફ વળ્યા છે. હોમીઓપેથી અને આયુર્વેદિક દવાની માંગમાં 100 ટકાનો ઉછાળો આવ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં આયુર્વેદિક ડિપાર્ટમેન્ટના મેડિકલ ઓફિસર ડો. ઇન્દ્રજીત વાઘેલા જણાવે છે કે કોરોનાથી બચવા માટે તો સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તેનું તો પાલન કરવું જોઈએ. છતાં જો કોરોના થઈ જાય અથવા તેનાથી બચવું હોય તો D3નું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
D3 એટલે ડર, ડાયેટ અને દવા. ડર એટલે કોરોનાથી ડરવાની જરૂર નથી. સાવચેતી જરૂરી છે. કોરોનાથી ડરવામાં હંમેશા તમારી રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થશે એટલે કોરોનાથી ડરવાનું નથી. બીજું છે ડાયટ. કોરોનાના સંક્રમણથી બચવું હોય તો જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ તેની જગ્યાએ હળવો ખોરાક અને સ્વાસ્થ્ય વર્ધક ખોરાક, દૂધ, શાક, રોટલી, દાળ ભાત ખીચડી જેવો આહાર લેવો જોઈએ. શરદી ખાંસી કરે તેવા છાશ, દહીં ઠંડા પીણાથી દુર રહેવું જોઈએ. ત્રીજું છે દવા. જો કોરોના થયો છે કે પછી કોઈ લક્ષણો છે તો ડોકટર્સની સલાહ સિવાયની દવાઓ લેવાથી દૂર રહેવું.
આ ઉપરાંત આયુર્વેદિક ઉકાળા, ઉપચાર પણ આયુર્વેદિક નિષ્ણાતની સલાહ મુજબ લેવા જોઈએ. કોરોનાની બીજી લહેર બાદ આયુર્વેદિક ઉકાળા અને દવાઓની માંગમાં ઘટાડો થયો હતો તે હાલ ફરી માગમાં વધારો નોંધાયો છે. આયુષ્ય મંત્રાલય દ્વારા પણ આયુર્વેદ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી આગામી ત્રણ મહિના માટે દવાઓની કેટલી જરૂર પડશે તેની વિગતો મંગાવવામાં આવી છે. ત્યારે સોસાયટીના ચેરમેન અને સ્વૈચ્છિક સંસ્થાઓને અપીલ છે કે આયુર્વેદ દવાઓ અને ઉકાળા મેળવવા આયુર્વેદ વિભાગની સંપર્ક કરે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર