Ram Mandir Bhumi Pujan: ભારતીય સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે રામ મંદિર, ભૂમિ પૂજન બાદ PM મોદીના ભાષણની અગત્યની વાતો

News18 Gujarati
Updated: August 5, 2020, 3:16 PM IST
Ram Mandir Bhumi Pujan: ભારતીય સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે રામ મંદિર, ભૂમિ પૂજન બાદ PM મોદીના ભાષણની અગત્યની વાતો
રામ મંદિરના ભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ કહ્યું, આજે ભારત નવો ઈતિહાસ રચી રહ્યો છે

રામ મંદિરના ભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ કહ્યું, આજે ભારત નવો ઈતિહાસ રચી રહ્યો છે

  • Share this:
અયોધ્યાઃ રામની નગરી અયોધ્યા (Ayodhya Ram Mandir)માં રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વિધિવત ભૂમિ પૂજન બાદ રામ મંદિરની આધારશીલા મૂકી. રામ મંદિર શિલાન્યાસ (Ram Mandir Bhumi Pujan) સમારોહનું શુભ મુહૂર્ત 32 સેકન્ડનું હતું. શુભ મુહૂર્તમાં પીએમ મોદીએ મંદિર માટે પહેલી ઇંટ મૂકી. આધારશિલા મૂક્યા બાદ પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા. વડાપ્રધાને કહ્યું કે, વરસો સુધી રામલલા ટેન્ટની નીચે રહ્યા. હવે ટૂંક સમયમાં ભવ્ય મંદિર બનશે. રામ મંદિર ભારતીય સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે. આપણે પરસ્પર પ્રેમ – ભાઈચારાના સંદેશથી રામ મંદિરની શીલાઓને જોડવાની છે.

રામલલાના દર્શન કરનાર દેશના પ્રથમ વડાપ્રધાનઃ અયોધ્યા પહોંચીને વડાપ્રધાન મોદીએ હનુમાનગઢી અને બાદમાં રામલાના દર્શન કર્યા હતા. વડાપ્રધાન તરીકે મોદી પહેલા એવા પીએમ છે જેમણે રામલલાના દર્શન કર્યા છે. વડાપ્રધાન રહેતા પીએમ મોદીથી લઈને ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપાયી અનેક વખત અયોધ્યાના પ્રવાસે આવ્યા હતા. પરંતુ તમામ લોકોએ રામલલાના દર્શન કર્યા ન હતા. એ સમયે દર્શન ન કરવાનું કારણ એવું પણ હતું કે આ અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની જાણી અગત્યની વાતો

- પોતાના સંબોધનમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભગવાન રામની અદ્ભૂત શક્તિ જુઓ કે ઈમારતો નષ્ટ કરી દેવામાં આવી, અસ્તિત્વ મિટાવવાના પણ ઘણા પ્રયાસ થયા, પરંતુ રામ આજે પણ આપણા સૌના મનમાં વસેલા છે, આપણી સંસ્કૃતિનો આધાર છે. શ્રીરામ ભારતની મર્યાદા છે, મર્યાદા પુરુષોત્તમ છે. રામ આપણા મનમાં કોતરાયેલા છે. આપણી અંદર ભળી ગયા છે. કોઈ કામ કરવાનું હોય, તો પ્રેરણા માટે આપણે ભગવાન રામની તરફ જોઈએ છીએ.

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારા સૌભાગ્યથી મને ટ્રસ્ટે ઐતિહાસિક પળ માટે આમંત્રિત કર્યો. મારું આવવું સ્વાભાવિક હતું, આજે ઈતિહાસ રચવામાં આવી રહ્યો છે. આજે સમગ્ર ભારત રામમય છે. દરેક મન દીપમય છે. પીએમ મોદીએ કહ્યું કે, રામ કાજ કીન્હે બિનુ મોહિ કહાં વિશ્રામ...સદીઓનો ઇંતજાર સમાપ્ત થઈ રહ્યો છે.

આ પણ વાંચો, અયોધ્યા : રામલલાના દર્શન કરનાર દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી- વડાપ્રધાને વધુમાં કહ્યું કે, રામમંદિરના નિર્માણની આ પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનું ઉપક્રમ છે, આ મહોત્સવ છે- વિશ્વાસને વિદ્યમાનથી જોડવાનું છે. નર ને નારાયણ સાથે જોડવાનું છે. લોકોને આસ્થા સાથે જોડવાના છે. વર્તમાનને અતીત સાથે જોડવાનું છે. અને સ્વયંને સંસ્કાર સાથે જોડવાની છે.

- PM મોદીએ કહ્યું કે, આ મંદિર બન્યા બાદ અયોધ્યાની માત્ર ભવ્યતા જ નહીં વધે, આ વિસ્તારનું અર્થતંત્ર પણ બદલાઈ જશે. અહીં દરેક ક્ષેત્રમાં નવા અવસર ઊભા થશે. સમગ્ર દુનિયાથી લોકો અહીં આવશે, સમગ્ર દુનિયા પ્રભુ રામ અને માતા જાનકીના દર્શન કરવા આવશે.

આ પણ વાંચો, Ram mandir : અયોધ્યામાં ભૂમિ પૂજન કરાવનાર પુરોહિતે PM મોદી પાસે દક્ષિણામાં શું માંગ્યું?

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વરસો સુધી રામલલલા ટેન્ટમાં રહ્યા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે. પીએમ મોદીએ કહ્યું કે, ગુલામીના કાળખંડમાં આઝાદી માટે આંદોલન થયા છે, 15 ઓગસ્ટનો દિવસ તે આંદોલન અને શહીદોની ભાવવાનો પ્રતીક દિવસ છે. ઠીક એવી જ રીતે રામ મંદિર માટે અનેક-અનેક સદીઓ સુધી પેઢીઓએ પ્રયાસ કર્યા છે. આજનો આ દિવસ તે તમામ તપ-સંકલ્પનું પ્રતીક છે. રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ-તર્પણ-સંઘર્ષ સંકલ્પ હતો.

- PM મોદીએ કહ્યું કે, જેવી રીતે દલિત-પછાત-આદિવાસી, સમાજના દરેક વર્ગે આઝાદીની લડાઈમાં ગાંધીજીને સહયોગ આપ્યો. તેવી જ રીતે આજે દેશભરના લોકોના સહયોગથી રામ મંદિર નિર્માણનું આ પુષ્ય કાર્ય પ્રારંભ થયું છે.
Published by: Mrunal Bhojak
First published: August 5, 2020, 3:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading