Home /News /gujarat /Axis Bank: એક્સિસ બેંકે FDના વ્યાજ દરોમાં કર્યો બદલાવ, જાણો શું છે નવા રેટ્સ
Axis Bank: એક્સિસ બેંકે FDના વ્યાજ દરોમાં કર્યો બદલાવ, જાણો શું છે નવા રેટ્સ
એક્સિસ બેંક
Axis Bank FD rates: એક્સિસ બેંક વરિષ્ઠ નાગરિકોને પસંદગીની મેચ્યોરીટી પર ઉચ્ચ દર પ્રદાન કરે છે. વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષમાં પાકતી ડિપોઝિટ પર 2.5% થી 6.50% સુધીનો વ્યાજ દર મળશે.
મુંબઇ. Axis Bank FD rates: ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે (Axis Bank) 26 જાન્યુઆરીથી ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit) પરના વ્યાજદરો (Interest Rates)માં સુધારો કર્યો છે. એક્સિસ બેન્ક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીના અલગ-અલગ ટેન્યોર (Tenure) માટે એફડી ઑફર કરે છે. 2 કરોડથી ઓછી થાપણો પર તાજેતરના સુધારા બાદ એક્સિસ બેન્ક 7 દિવસથી 29 દિવસની વચ્ચે મેચ્યોરિટી ધરાવતી એફડી પર 2.50 ટકા, 30 દિવસથી 3 મહિના કરતા ઓછી મેચ્યોરિટી ધરાવતી એફડી માટે 3 ટકા, 3 મહિનાથી 6 મહિનાથી ઓછી એફડી માટે 3.5 ટકા વ્યાજદર ઑફર કરી રહી છે.
છ મહિનાથી વધુ મુદ્દત માટે એફડી
6 મહિનાથી 11 મહિના 25 દિવસથી ઓછા સમયમાં મેચ્યોર થતી એફડી પર એક્સિસ બેન્ક 4.40 ટકા વ્યાજ દર આપે છે. 11 મહિના 25 દિવસથી લઈને 1 વર્ષ 5 દિવસથી ઓછા સમય માટે 5.10 ટકા, 1 વર્ષ 5 દિવસથી લઇને 1 વર્ષ 25 દિવસથી ઓછા સમય માટે બેંક 5.25 ટકા આપી રહી છે. 18 મહિનાથી 2 વર્ષથી ઓછા સમય માટે મેચ્યોર થતી ટર્મ ડિપોઝિટ માટે એક્સિસ બેન્ક 5.25 ટકા વ્યાજ આપે છે. 2 વર્ષ માટે ડિપોઝિટ માટે પરંતુ 30 વર્ષથી ઓછા સમયગાળા માટેની એફડી માટે એક્સિસ બેન્ક 5.40 ટકા વ્યાજ આપે છે.
લાંબા ગાળાની ડિપોઝિટ જેવી કે 3 વર્ષથી 5 વર્ષ કરતા ઓછા સમયમાં મેચ્યોર થતી એફડી માટે એક્સિસ બેંક 5.40% નો વ્યાજ દર આપે છે. અને 5 વર્ષથી 10 વર્ષમાં પાકતી ડિપોઝિટ પર તમને 5.75 ટકા વ્યાજ મળશે.
એક્સિસ બેંકના નવા વ્યાજદર
એક્સિસ બેંક દ્વારા હાલમાં જ નવા જાહેર કરવામાં આવેલા એફડી વ્યાજદર નીચે પ્રમાણે છે. આ વ્યાજ દર 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ માટે છે. જણાવી દઇએ કે આ રેટ્સ 26 જાન્યુઆરી, 2022માં લાગૂ ગણાશે.
એક્સિસ બેંક વરિષ્ઠ નાગરિકોને પસંદગીની મેચ્યોરીટી પર ઉચ્ચ દર પ્રદાન કરે છે. વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષમાં પાકતી ડિપોઝિટ પર 2.5% થી 6.50% સુધીનો વ્યાજ દર મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર