ગુજરાતમાં સરેરાશ 100% વરસાદ, પાંચ દિવસ 27 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

સેટેલાઇટ તસવીર

ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદઃ સાક્યોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પાંચ દિવસમાં ગુજરાતના 27 જિલ્લામાં ભારે વરસાદ થશે. નવસારી, વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, ડાંગ, તાપી, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, જામનગર, મોરબી, ખેડા, મહિસાગર, કચ્છ, પરોબંદર, દ્વારકા, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે.

ગુજરાત માટે આનંદના સમાચાર છે કે ગુજરાતમાં સિઝનનો સરેરાશ 100 ટકા વરસાદ નોંધાયો છે. અને હજી પણ ચોમાસાની સિઝનના 27 દિવસ બાકી છે. અને ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસમાં ગુજરાતના 27 જિલ્લામાં ભારે વરસાદ પડવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જોકે ગુજરાતમાં 100 ટકા વરસાદ નોંધાયો છે. હવે ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં પાણીની ઘટ રહી નથી. અને જે રીતે ચાલુ વર્ષે વરસાદ થવાના કારણે ખેતીના પાકને પણ ફાયદો થયો છે.

આ પણ વાંચોઃ-સુરતમાં ધોધમાર વરસાદ, કદાવર વૃક્ષ ધરાશાયી થતાં ત્રણ કાર દટાઇ

છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ઓછો વરસાદ થવાના કારણે ઉનાળામાં જળાશયો ખાલી થઇ ગયા હતા. પરંતુ ચાલુ વર્ષે ખુબ સારો વરસાદ ગુજરાતમાં નોંધાયો છે. હજી ચોમાસાની સિઝનના 27 દિવસ બાકી છે. એક પછી એક સિસ્ટમ બનીને ગુજરાત ઉપર આવી. જોકે જુલાઈ મહિનામાં વરસાદ ખેચાતા ખેડૂતો માટે ચિંતાના વાદળો છવાયા હતા. પરંતુ ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થયો. વરસાદની ઘટ પુરી થઇ છે. તેમજ હજી પણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ થશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
Published by:ankit patel
First published: