Home /News /gujarat /

AUS ઓપન: કોરિયન ચુંગને પછાડી ફેડરર પહોંચ્યો ફાઈનલમાં

AUS ઓપન: કોરિયન ચુંગને પછાડી ફેડરર પહોંચ્યો ફાઈનલમાં

    ગત્ત ચેમ્પિયન રોજર ફેડરર પોતાના 20માં ગ્રેંડ સ્લેમ ખિતાબથી માત્ર એક કદમ દૂર છે. શુક્રવારે વર્લ્ડ નંબર-2 ફેડરરે ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઈનલમાં દક્ષિણ કોરિયાના હિઓન ચુંગને માત આપી હતી. ચુંગે એક કલાક બે મીનિટ સુધી ફેડરરનો મુકાબલો કર્યા બાદ ઈજાગ્રસ્ત થઈને કોર્ટ છોડ્યું હતું. 36 વર્ષના ફેડરરે તે સમય 6-1, 5-2થી આગળ ચાલી રહ્યાં હતા. આ સાથે જ ફેડરર સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પહોંચી ગયો હતો.

    આ તે જ 21 વર્ષનો વર્લ્ડ નંબર-58 ચુંગ છે, જેને ચોથા રાઉન્ડમાં 6 વખત ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન યોકોવિચને બહારનો રસ્તો બતાડ્યો છે. ત્યાર બાદ ક્વોટર ફાઈનલ પણ ચુંગે જીતી લીધી હતી. જોકે, સેમીફાઈનલમાં ફેડરરના અનુભવે ચુંગને માત આપી દીધી હતી. ફેડરરે ચેક રિપબ્લિકના વર્લ્ડ નંબર-20 ટોમસ બડીંચને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી.



    હવે ફાઈનલમાં ફેડરરનો મુકાબલો ક્રોએશિયાના મારિન સિલિક સાથે થશે. સિલિકે સેમિફાઈનલમાં બ્રિટેનના કાઈલ એડમંડને માત આપી હતી. ફેડરરે પાછલા વર્ષે વિમ્બલડન ફાઈનલમાં સિલિકને હરાવીને પોતાનો 19મી ગ્રેંડ સ્લેમ ખિતાબ જીત્યો હતો.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Australian open, Australian open roger federer hyeon chung semi final, Hyeon chung semi final, Roger federer

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन