Home /News /gujarat /ઓસ્ટ્રેલિયામાં ભારતીય મોસ્ટ વોન્ટેડ, આરોપી માટે 5 કરોડનું ઈનામ જાહેર

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મોસ્ટ વોન્ટેડ, આરોપી માટે 5 કરોડનું ઈનામ જાહેર

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મોસ્ટ વોન્ટેડ.

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં વર્ષ 2018માં સી બીચ પર 24 વર્ષીય ઓસ્ટ્રેલિયન યુવતીની હત્યા કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન યુવતીની કથિત હત્યા મામલે સ્થાનિક પોલીસે હત્યાના આરોપી પર મોટું ઈનામ જાહેર કર્યું છે. પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર, આ હત્યાને અંજામ આપનાર આરોપી ફરાર થઈને ભારતમાં આવી ગયો છે. આ આરોપી નર્સને પકડવામાં મદદ કરનાર વ્યક્તિને 10 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (5.15 કરોડ) ઈનામ આપવાની જાહેરાત કરી છે.

વધુ જુઓ ...
    મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં વર્ષ 2018માં સી બીચ પર 24 વર્ષીય ઓસ્ટ્રેલિયન યુવતીની હત્યા કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન યુવતીની કથિત હત્યા મામલે સ્થાનિક પોલીસે હત્યાના આરોપી પર મોટું ઈનામ જાહેર કર્યું છે. પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર, આ હત્યાને અંજામ આપનાર આરોપી ફરાર થઈને ભારતમાં આવી ગયો છે. આ આરોપી નર્સને પકડવામાં મદદ કરનાર વ્યક્તિને 10 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (5.15 કરોડ) ઈનામ આપવાની જાહેરાત કરી છે.

    પોલીસનું નિવેદન

    ક્વીન્સલેન્ડ પોલીસે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલિયન નાગરિક ટોયા કોર્ડિંગલી 21 ઓક્ટોબર, 2018ના રોજ વાંગેટી બીચ (કેયનર્સથી 40 કિમી દૂર) પર પોતાના કૂતરાને ફેરવી હતી. તે સમયે આ યુવતીની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાને અંજામ આપવાનો આરોપ રાજવિંદર સિંહ (rajwinder singh) નામના વ્યક્તિ પર મુકવામાં આવ્યો છે. આ આરોપી ચાર વર્ષ પહેલા ટોયાની હત્યા કરીને ભારત આવી ગયો હતો. આરોપી રાજવિંદર સિંહ ઈનિસફેલમાં નર્સનું કામ કરતો હતો.

    હત્યા બાદ નોકરી મુકી દીધી

    ક્વીન્સલેન્ડ પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આરોપી રાજવિંદર આ હત્યા કેસનો મુખ્ય આરોપી છે. હત્યાના બે દિવસ બાદ આરોપી પોતાની પત્ની, બાળકો અને નોકરી મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આપેલ જાણકારી અનુસાર, 24 વર્ષીય બીચ પર ટોયા કોર્ડિંગ્લેની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી હતી.

    પહેલીવાર મોટી રકમનું ઈનામ જાહેર

    ક્વીન્સલેન્ડ પોલીસ સાથે કામ કરી રહેલ ડિટેક્ટીવ સુપ્રિટેન્ડેન્ટ સોનિયા સ્મિથે જણાવ્યું કે, રાજવિંદર પર 1 મિલિયમ ઓસ્ટ્રેલિયન ડોલરનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. ક્વીન્સલેન્ડ પોલીસે અત્યાર સુધીમાં પહેલીવાર ઈનામની આટલી મોટી રકમની જાહેરાત કરી છે.

    આ પણ વાંચોઃ હજારો લોકો ગુમાવશે નોકરી! અમેરિકાની આ બે કંપનીઓ છટણીની તૈયારીમાં, ભારતમાં પણ કર્મચારીઓ પ્રભાવિત થશે

    સિડની લાસ્ટ લોકેશન

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટોયાની હત્યા બાદ 22 ઓક્ટોબરે આરોપી રાજવિંદર કેનર્સથી બહાર નીકળી રહ્યો હતો અને 23 ઓક્ટોબરના રોજ સિડનીથી ભારત આવવા માટે ફ્લાઈટ પકડી હતી. ત્યારબાદ તે ભારત આવ્યો તેની પુષ્ટી કરવામાં આવી હતી. કેનર્સમાં આરોપીને ઝડપી પાડવા માટે તપાસ કેન્દ્ર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. જે ઓફિસર અને કર્મચારીઓ હિન્દી અને પંજાબી બંને ભાષા બોલી શકે ત્યાં ઓસ્ટ્રેલિયન પોલીસ અધિકારીઓને મોકલવામાં આવ્યા છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Australia, Cash prize, Main accused

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन