Home /News /gujarat /Operation Atiq: 'હું જેલમાં સુરક્ષિત છું..' અતીક અહેમદનો ઉત્તરપ્રદેશ પોલીસ સાથે જવાનો ઈનકારઃ સૂત્ર

Operation Atiq: 'હું જેલમાં સુરક્ષિત છું..' અતીક અહેમદનો ઉત્તરપ્રદેશ પોલીસ સાથે જવાનો ઈનકારઃ સૂત્ર

અતીક અહેમદનો યુપી પોલીસ સાથે જવાનો ઈનકારઃ સૂત્ર

Atiq Ahmed Jail Transfer: અતીક અહેમદને જેલમાંથી બહાર નીકળતા લાગે છે ડર, યુપી પોલીસ સાથે જવાનો ઈનકાર કર્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. અતીક અહેમદે 'હું જેલમાં સુરક્ષિત છું' તેમ કહ્યું હોવાની પણ માહિતી મળી રહી છે. નોંધનીય છે કે સવારથી યુપીની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પોતાના ઉત્તરપ્રદેશ પોલીસના વાહનો લઈને અતીકને યુપી લઈ જવા માટે સાબરમતી જેલ પહોંચી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અતીક અહેમદ (Atiq Ahmed)ને લેવા માટે ઉત્તરપ્રદેશ પોલીસ (UP Police) અમદાવાદ આવી છે. આવામાં એક મોટી ખબર એવી આવી રહી છે કે અતીકને યુપી પોલીસની STF (Special Task Force) સાથે જવાનો ડર લાગી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે અતીક કહે છે કે, 'હું જેલમાં સુરક્ષિત છું..' આ સાથે તેણે યુપી પોલીસ સાથે જવાનો ઈનકાર કર્યો હોવાની વિગતો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. અતીક અહેમદ 3 જૂન 2019થી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેને ઉમેશ પાલ હત્યા કેસમાં પૂછપરછ માટે યુપી પોલીસ લેવા માટે સવારની અમદાવાદ પહોંચી છે અને જેલમાંથી તેનો કબજો મેળવવા માટે જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

યુપી પોલીસ સાથે જતા અતીકને લાગે છે ડર?


સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે અતીક જેલમાંથી બહાર નીકળવાનો ઈનકાર કર્યો છે અને હું જેલમાં સુરક્ષિત છું તેવું જણાવ્યું છે. અતીકને યુપી લઈ જવા માટે ત્રણ પોલીસકર્મી જેલના વેઈટિંગ હોલમાં આદેશની રાહ જોઈને બેઠા હોવાની વિગતો મળી રહી છે.

આ પણ વાંચોઃ અતીકને લઈ જવા યુપી પોલીસ વાહનો લઈને અમદાવાદમાં

વહેલી સવારથી અતીકનો કબજો મેળવા માટે યુપી પોલીસ સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ છે. અતીકને યુપીની બહાર કોઈ જેલમાં રાખવાનો આદેશ કર્યો હતો તે પછી વર્ષ 2019થી અતીક અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. આ દરમિયાન વારંવાર યુપી પોલીસ અતીક અહેમદની પૂછપરછ કરવા માટે પણ અમદાવાદ આવી ચૂકી છે.


નોંધનીય છે કે, યુપીના ચકચારી રાજુ પાલ હત્યાકાંડના મુખ્ય ગવાહ ઉમેશ પાલની હત્યાના કેસમાં અતીક અહેમદની પૂછપરછ કરવા માટે તેને તેડવા માટે પોલીસ આવી પહોંવાનું માનવામાં આવી રહ્યું છે. અતીક સામે હત્યા, ખંડણીના ઘણાં આરોપ પણ થયેલા છે. યુપી પોલીસ અતીકને તેડવા માટે ટ્રાન્ફર વોરન્ટ લઈને પહોંચી છે.

સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય રહી ચુકેલા અતિક અહેમદ સામે જે ગુના નોંધાયા છે તેની તપાસ માટે ઉત્તરપ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ટીમ અમદાવાદ આવી પહોંચી છે.
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Gujarat police, Sabarmati Jail, Up police