Home /News /gujarat /

મોદીનું સુચન કામ લાગ્યું,આસામથી અપહરણ-અમદાવાદમાં ભેદ ઉકેલાયો

અમદાવાદઃ થોડા સમય અગાઉ કચ્છમાં યોજાયેલી ડીજી કોન્ફરન્સ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોને સૂચન કરેલું હતું કે બે રાજ્યોની પોલીસ ગુનાખોરી ડામવા માટે સંકલન કરી કામગીરી કરવી જોઇએ.આવી જ રીતે આસામ અને ગુજરાત પોલીસની સંયુક્ત માહિતી આધારે આસામના એક આરોપીની ધરપકડ કરી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદઃ થોડા સમય અગાઉ કચ્છમાં યોજાયેલી ડીજી કોન્ફરન્સ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોને સૂચન કરેલું હતું કે બે રાજ્યોની પોલીસ ગુનાખોરી ડામવા માટે સંકલન કરી કામગીરી કરવી જોઇએ.આવી જ રીતે આસામ અને ગુજરાત પોલીસની સંયુક્ત માહિતી આધારે આસામના એક આરોપીની ધરપકડ કરી છે.

દેશમાં વધી રહેલા ક્રાઈમ રેટ ઘટાડવા માટે તમામ રાજ્યની પોલીસને સુચન કરવામાં  આવ્યું હતું કે અન્ય રાજ્યથી ગુનાખોરી થાય અથવા આરોપી ગુનાખોરી કરી અન્ય રાજ્યમાં ફરાર થઇ તો બે રાજ્યની પોલીસ સંકલન કરી કામગીરી કરે.અને મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી કામગીરી કરવામાં આવે આવો જ એક કિસ્સો પ્રકાસમાં આવ્યો છે.શહેરની સેક્ટર 2 સ્કોર્ડ દ્વારા આસામના ગુવાહાટીમાં નોંધાયેલા અપહરણના ગુનાનો આરોપી રખિયાલ વિસ્તાર માંથી ઝડપી લઈ આસામ પોલીસને માહિતી આપવામાં આવી છે.

થોડા દિવસ અગાઉ આસામના હથીગવમાં રહેતી એક સગીરાને ભગાડી અહેસાનઅલી અન્સારી અમદાવાદ લાવ્યો હતો.જે બાદ હથીગાવ પોલીસે આરોપીની મદદગારીમાં સંડોવાયેલા 3 આરોપીની ધરપકડ કરી લીધી હતી જેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી અહેસનાલી અન્સારી સગીરાને ભગાડી અમદાવાદ લાવ્યો છે જે આધારે આસામ પોલીસે સેક્ટર 2 જેસીપીને ફેક્ષ કરી માહિતી આપી હતી.જે આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.હાલ પોલીસે આસામનો અપહરણનો ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
First published:

Tags: અપહરણ, આસામ, ગુજરાત, ગુનો, દેશ વિદેશ, નરેન્દ્ર મોદી, પોલીસ`, રાજ્ય

આગામી સમાચાર