Asia Largest Defense Expo: ભારતની પ્રમુખ સંરક્ષણ પ્રદર્શન - ડિફેન્સ એક્સ્પો 2022ની 22મી આવૃત્તિ 18થી 22 ઓક્ટોબર સુધી ગાંધીનગરમાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19મી ઓક્ટોબરે તેનું ઉદઘાટન કરવાના છે. આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહેવાના છે. જમીન, નૌસેના અને હોમલેંડ સુરક્ષા સિસ્ટમ પર એશિયાનું સૌથી મોટુ પ્રદર્શન હશે.
અત્યાર સુધીમાં 1328 કંપનીઓએ નોંધણી કરાવી
કેન્દ્રીય સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર, સચિવ સંજય જાજુ (રક્ષણ ઉત્પાદન) અને સંરક્ષણ નિર્દેશક અચલ મલ્હોત્રાએ શુક્રવારે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં અત્યાર સુધીના સૌથી મોટા સ્થળ એક લાખ ચો.મી.થી વધુ વિસ્તારમાં આયોજિત થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 1328 કંપનીઓએ નોંધણી કરાવી છે જે છેલ્લી આવૃત્તિ 1028 કરતાં વધુ છે.
5 દિવસના આયોજન દરમિયાન પહેલા 3 દિવસ વિશેષ વ્યવસાહીક દિવસ હશે. જ્યારે છેલ્લા બે દિવસોમાં ગુજરાત યુવા ઉદ્યાગ સાહસિકો અને શાળા કૉલેજના વિદ્યાર્થીઓ માટે આ સમારોહ ખુલ્લો મુકવામાં આવશે. ડિફેન્સ એક્સ્પોની તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગર તેમજ અમદાવાદ અને પોરબંદરમાં ડિફેન્સ એક્સ્પો (ડિફેન્સ એક્ઝિબિશન)ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
એક્સ્પોમાં લગભગ 70 જેટલા દેશો ભાગ લેેશે
તેમણે જાણાવ્યું હતુ કે, અમદાવાદ અને ગાંધીનગરમાં ડ્રોન શો પર કરવામાં આવશે. ત્યારે પોરબંદરમાં પણ પ્રદર્શન રાખવામાં આવશે જેમાં સામાન્ય લોકો પણ નૌસેનાના જહાજોને દેખવાનો મોકો મળશે. 22 ઓક્ટોબર સુધી ચાલવા વાળા આ એક્સ્પોમાં લગભગ 70 જેટલા દેશોના પ્રદર્શનીઓ ભાગ લેવાના છે. 25થી વધારે દેશોના રક્ષામંત્રીઓને આ ડિફેન્સ એક્સ્પોમાં આવવાની પરવાનગી મળી છે. તેમણે કહ્યુ કે, આ કાર્યક્રમમાં ગુજરાત સિવાય મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતના અલગ એલગ રાજ્ય પણ ભાગ લઈ રહ્યા છે. આ ડિફેન્સ એક્સ્પો આજ સુધીનો સૌથી મોટો ડિફેન્સ એક્સ્પો હશે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર