Home /News /gujarat /

Asia Cup 2018: પાકિસ્તાને ભણાવ્યો હોંગકોંગને ક્રિકેટનો પાઠ

Asia Cup 2018: પાકિસ્તાને ભણાવ્યો હોંગકોંગને ક્રિકેટનો પાઠ

પાકિસ્તાને મેળવી શાનદાર જીત

ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલ હોંગકોંગની ટીમ માત્ર 116 રન જ બનાવી શકી. આના જવાબમાં પાકિસ્તાને 23.4 ઓવરમાં બે વિકેટ પર 117 રન બનાવીને જીત મેળવી લીધી હતી.

    એશિયા કપમાં પાકિસ્તાને પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર ઉસ્માન ખાનની એક ઓવરરમાં ત્રણ વિકેટ બાદ ઓપનર બેટ્સમેન ઈમામ ઉલ હકની અણનમ અડધી સદીની મદદથી રવિવારે ગ્રુપ એ મેચમાં હોંગકોંગ પર આઠ વિકેટથી આસાન જીત મેળવી લીધી.

    ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલ હોંગકોંગની ટીમ માત્ર 116 રન જ બનાવી શકી. આના જવાબમાં પાકિસ્તાને 23.4 ઓવરમાં બે વિકેટ પર 117 રન બનાવીને જીત મેળવી લીધી હતી.

    પાકિસ્તાન માટે ઈમામ ઉલ હકે 69 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સની મદદથી અણનમ 50 રનની ઈનિંગ રમી. તે ઉપરાંત ઓપનરર બેટ્સમેન ફખર જમાએ 24 અને બાબર આઝમે 33 રન બનાવ્યા. શોએબ મલિકે અણનમ 09 રન બનાવ્યા.

    હોંગકોંગ તરફથી અહેસાન ખાને નવમી ઓવરમાં ફખ જમાને આઉટ કર્યો, ત્યાર બાદ તેને 21મી ઓવરમાં બાબર આઝમને પણ પેવેલિયન મોકલ્યો.

    પાકિસ્તાન તરફથી ઉસ્માને (19 ન આપીને ત્રણ વિકેટ) સૌથી વધારે વિકેટ ઝડપી જ્યારે શાદાબ ખાને (31 રન આપીને બે વિકેટ) અને હસન અલી (19 રન આપીને બે વિકેટ)એ બે-બે વિકેટ ઝડપી હતી. ફહીમ અશરફને એક વિકેટ મળી હતી.

    હોંગકોંગ તરફથી કિંચિત શાહ (26) અને એઝાઝ ખાન (27) સૌથી વધારે રન બનાવનાર ખેલાડી રહ્યાં. કેપ્ટન અંશુમન રરથે 19 રન બનાવ્યા. બેટ્સમેન પાકિસ્તાનની ખતરનાક બોલિંગનો સામનો કરી શક્યા નહતા.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Asia cup 2018

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन