કોર્ટના હુકમ પ્રમાણે ભરણ પોષણ ન આપ્યું તો, થશો જેલના હવાલે


Updated: January 28, 2020, 7:17 PM IST
કોર્ટના હુકમ પ્રમાણે ભરણ પોષણ ન આપ્યું તો, થશો જેલના હવાલે
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ મેટ્રો કોર્ટે ભરણપોષણ ન આપનાર નરેશ પાંડુરંગને 480 દિવસની સજા ફટકારી

  • Share this:
ઘરેલુ હિસા કેસમાં જો તમે કોર્ટે કરેલા હુકમની અવમાનના કરશો તો ચેતી જજો. કારણ કે હવે જો તેનું ઉલ્લઘન કરવામાં આવશે તો કોર્ટે લાંબા સમય સુધી તમને જેલ હવાલે કરી શકે છે. જીહાં, અમદાવાદ મેટ્રો કોર્ટે આજ બાબતે એક મહત્વનો દિશા સૂચક ચુકાદો આપ્યો છે. જેમાં અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા નરેશ પાંડુરંગ રાજાએ પોતાની પત્ની પૂનમ રાજાને ભરણ પોષણ પેટે કોર્ટે નક્કી કરેલ રકમ ન અપવાત 480 દિવસની જેલની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે.

નરેશ પાંડુરંગ રાજાને કોર્ટ દ્વારા વર્ષે 2018ની 21 ઑગષ્ટથી તેમના પત્ની પૂનમ રાજાને ભરણ પોષણ પેટે માસિક સાત હજાર 500 રૂપિયા આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ નરેશ પાંડુરંગ રાજા દ્વારા કોર્ટના આ હુકમનો અનાદર કરતા 16 મહિના સુધી તેમની પત્નીને ભરણ પોષણ માટેની માસિક રકમ ન આપતા નામદાર અમદાવા મેટ્રો કોર્ટે નરેશ પાંડુરંગને 480 દિવસ સુધીની જેલની સજા ફટકારી છે. આ સજા કોર્ટ દ્વારા મહિનાઓ પ્રમાણે ફટકારવામાં આવી છે. એટલે કે 16 મહિનાના 480 દિવસ જો નરેશ પાંડુરંગે આ સજાથી બચવું હોય તો કોર્ટના આદેશ પ્રમાણે 16 મહિનાના એક લાખ 20 હજાર અને વહીવટી ખર્ચ પેટે બે હજાર એટલે કે એક લાખ 22 હજાર ચુકતા કરશે તો જ તેમને જેલમાંથી મુક્તિ આપવામાં આવશે, કોર્ટે પોતાના હુકમમાં તેમ પણ ઉલ્લેખ કર્યો છે કે, જેટલા મહિનાના પૈસા એ પૂનમ રાજાને આપવામાં આવશે તેટલા મહિનાની જેલથી નરેશ પાંડુર રંગ બચી શકશે.

આ મામલે પૂનમ રાજાના વકીલ સલીમ સૈયદ ન્યુઝ 18 સાથે વતા કરતા જણાવ્યું હતું કે, "અરજદાર પૂનમ રાજા દ્વારા જે તે સમયે ઘરેલુ હિંસા અધિનિયમની જોગવાઈ હેઠળ ભરણ પોષણ મેળવા તથા બીજા અન્ય વળતળ મેળવા કોર્ટમાં કેસ કર્યો હતો, તેમાં વચગાળાની રાહત સ્વરૂપે નરેશ પાંડુરંગને કોર્ટ દ્વારા પૂનમ રાજાને 7 હજાર 500 રૂપિયા માસિક આપવાનો ઓર્ડર કર્યો. પરંતુ, નરેશ પાંડુરંગે 16 મહિના સુધી રકમ ચુકવણી અંગે બેદરકારી દાખવી હતી. જેના અનુસંધાનમાં અરજદાર દ્વારા ભરણ પોષણની રિકવરી માટે અરજી દાખલ કરવામાં આવી, તેમાં કોર્ટ દ્વારા અવલોકલ કરતા 16 મહિનાની ભરણ પોષણની રકમ ન આપતા 480 દિવસની સજા ફટકારવામાં આવી."

ઘરેલુ હિંસામાં ભરણપોષણ આપવાના કોર્ટેના નિર્ણયનો અનેક લોકો આનાદર કરે છે, ત્યારે અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા કોર્ટના હુકમનું કડક પણે પાલ થાય તે માટે 480 દિવસની સજા ફટકારતો બેચમાર્ક ચુકાદો આપવામાં આવ્યો છે.
First published: January 28, 2020, 7:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading