Home /News /gujarat /

અમદાવાદ: રોડ પર ઉભેલા TRB જવાન સાથે જો તમે આવું કર્યું તો થશે આવા હાલ, જાણી લો આ બનાવ

અમદાવાદ: રોડ પર ઉભેલા TRB જવાન સાથે જો તમે આવું કર્યું તો થશે આવા હાલ, જાણી લો આ બનાવ

ટીઆરબી જવાન પર કાર ચડાવવાનો પ્રયત્ન કરી કાર લઈને ભાગી જનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Ahmedabad police: ટીઆરબી જવાન પર કાર ચડાવવાનો પ્રયત્ન કરી કાર લઈને ભાગી જનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનુ છે કે પકવાન ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમન કરતા જવાને નિયમના ઉલ્લંઘન બદલ એક કારચાલકને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો

અમદાવાદમાં ટીઆરબી જવાન (TRB jawan) પર કાર ચડાવી દેવાનો પ્રયત્ન કરી ફરાર થયેલા કાર માલિક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે (Vastrapur Police) કાર ચાલકની ધરપકડ કરી છે. મહત્વનુ છે કે આ બનાવનો વિડીયો વાયરલ (Video Viral) થતા બનાવના 24 કલાક બાદ ગુનો નોંધાયો હતો. બંદોબસ્તમાં વ્યસ્ત હોવાના ગાણા ગાવા સિવાય માત્ર અમુક ફાઈલો અને અધિકારીઓના સારા થવાની લ્હાયમાં ટીઆરબી જવાન સાથે બનેલી ઘટનાને આંખ આડા કાન વસ્ત્રાપુર પોલીસસ્ટેશનના અધિકારીઓએ કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે લોકોએ આઇપીએસ અધિકારીઓને ટેગ કરી કારચાલક સામે કાર્યવાહી કરવાની લાગણી દર્શાવતો વિડીયો વાયરલ થયા બાદ  ટીઆરબી જવાનની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે એન્જીનિયર અને ઈન્ટિરિયર ડિઝાઈનરની ધરપકડ કરી છે.

ટીઆરબી જવાન પર કાર ચડાવવાનો પ્રયત્ન કરી કાર લઈને ભાગી જનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનુ છે કે પકવાન ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમન કરતા જવાને નિયમના ઉલ્લંઘન બદલ એક કારચાલકને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કાર ચાલક દેવાંગ ચોટલિયાએ કાર ચડાવી દેવાનો પ્રયત્ન કરી ત્યાંથી ભાગી ગયો હતો. જે વિડીયો વાયરલ થતાં પોલીસે ઘટનાના 24 કલાક બાદ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો- ગુજરાતી આલ્બમ અભિનેત્રી પટેલ સામે ફરિયાદ, પ્રેમજાળમાં ફસાવી યુવક પાસેથી સાત લાખ ખંખેરી લીધાનો આક્ષેપ

મહત્વની વાત એ છે કે, ટીઆરબી જવાનની ઘણી ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી છે. માટે જ આ બનાવની ફરિયાદ ત્યારે નોંધાઈ કે જ્યારે કાર ચાલકની કરતુતનો વિડીયો વાયરલ થયો. જે વાયરલ વિડીયોમાં કાર ચાલકની દાદાગીરી નજરે ચડતી હતી. જેથી પોલીસે ટીઆરબી જવાન ક્રિપાલસિંહ જાડેજાની ફરિયાદ નોંધી હતી. ગોતાના રહેવાસી અને એન્જીનિયર કાર ચાલક કે જે અત્યારે ઈન્ટીરીયર ડિઝાઈનીંગનુ કામ કરે છે તેની ધરપકડ કરી છે.

આ પણ વાંચો- Money Laundering Case: બોલીવુડ અભિનેત્રી Jacqueline Fernandez સામે EDની કાર્યવાહી, 7.27 કરોડની સંપત્તિ જપ્ત

ઉલ્લેખનીય છે આમ તો સાયબર ક્રાઇમના બણગાં ફૂંકતી પોલીસ કોઈ પણ વિડીયો સરકારને હાનિ પહોંચાડે કે પોલીસને હાનિ પહોંચાડે તેવો હોય તો સીધો ગુનો નોંધાય છે. પણ આ ટીઆરબી જવાન સાથે ઘટના બની હોવાથી વસ્ત્રાપુર પોલીસે આંખ આડા કાન કર્યા હતા. આટલું જ નહીં એ વિડીયો સતત વાયરલ થયો અને સોશ્યલ મીડિયામાં લોકોએ ટીઆરબી જવાનના સપોર્ટમાં આવી કારચાલક વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી આઇપીએસ અધિકારીઓને ટેગ કર્યા હતા.

જેથી ફાઈલોમાં અને બંદોબસ્તમાં વ્યસ્ત અધિકારીને ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોઈ મોટું માથું હોત તો આ અધિકારી તુરંત જ કુદી પડ્યા હોત અને સારા થવાના સ્વભાવ સાથે તપાસમાં જોતરાઈ ગયા હોત પણ વાત અહીં ટીઆરબી જવાનની હતી એટલે અહીંના અધિકારીએ ધ્યાન ન આપ્યું અને આખરે સોશ્યલ મીડિયા પર વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad police, Gujarati news, TRB jawan, અમદાવાદ પોલીસ

આગામી સમાચાર