Home /News /gujarat /

સેના નક્કી કરે, હુમલાનો ક્યારે અને કેવી રીતે બદલો લેવો છે: PM મોદી

સેના નક્કી કરે, હુમલાનો ક્યારે અને કેવી રીતે બદલો લેવો છે: PM મોદી

નરેન્દ્ર મોદી

પાકિસ્તાન જો એવું માનવતું હોચ કે આ પ્રકારના હુમલા કરી અને ભારતમાં અસ્થિરતા પ્રસરાવશે તો પાકિસ્તાન હજી ખાંડ ખાય છે: મોદી

ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામાં હુમલા બાદ દેશમાં જ્યારે શોકાગ્નિ છવાયો છે, ત્યારે વડા પ્રધાન મોદીએ ફરીથી એક વાર પાકિસ્તાન પર હુમલો કર્યો છે. વડા પ્રધાને ઝાંસીમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સેનાને છૂટો દોર આપવામાં આવ્યો છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે બદલો ક્યારે ક્યાં અને કેવી કેવી રીતે લેવો તે સેના નક્કી કરશે.

તેમણે ભાષણમાં કહ્યું, “દરેક ભારતીયો આક્રોશમાં છે. આપણા વીર જવાનોએ પ્રાણોની આહૂતિ આપી છે. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. હું ઝાંસીની ધરતીથી, વિરો અને વિરાંગનાઓની ધરતીથી 130 કરોડ દેશવાસીઓને ભરોષો આપું છું. સુરક્ષા દળોનું શોર્ય, પરાક્રમ દેશે જોયું છે. દેશમાં કોઈ એવું નથી જેને સેનાના શોર્ય અને સામર્થ્ય પર શંકા હોય. લોકોને સેના પર ખૂબ જ વિશ્વાસ છે. દેશવાસીઓ સુરક્ષા બળોને મેં છૂટ આપી દીધી છે. સેના નક્કી કરશે કે બદલો લેવા માટેનો સમય ક્યો હોય, સ્થાન શું હોય, સ્વરૂપ શું હોય તે તમામ નિર્ણયો કરવાની છૂટ સુરક્ષાદળોને આપી દેવામાં આવી છે.”

આ પણ વાંચો: ભારતે પાકિસ્તાનને આપેલો 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો પરત લીધો, શું થશે અસર?

પાકિસ્તાન ખાંડ ખાય છે

પુલવામાં હુમલાના ગુનેગારો, કાવતરાખોરોને તેમના કર્મોની સજા ચોક્કસ મળશે. આપણો પાડોશી દેશ સાંભળી લે આ નવી રીતિ અને નવી નીતિ વાળું ભારત છે. આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓએ જે હેવાનિયત દેખાડી છે તેનો હિસાબ થશે. પાડોશી દેશ આર્થિક બદહાલીથી પસાર થઈ રહ્યો છે. તે વિશ્વમાં એટલો વિખુટો પડી ગયો છે કે મોટો મોટા દેશ પાકિસ્તાનથી અંતર જાળવી રહ્યાં છે. તેમના માટે રોજ બરોજનો ખર્ચો ઉપાડવો મુશ્કેલ છે. પાકિસ્તાન કટોરો લઈને ફરી રહ્યો છે, પરંતુ તેને સરળતાથી મદદ પણ મળી રહી નથી. બદહાલીની આ સ્થિતિમાં તે ભારતમાં હુમલો કરી, પુલવામાં જેવી તબાહી મચાવી વિચારે છે કે ભારત બદહાલ થઈ જશે તો પાકિસ્તાન હજી ખાંડ ખાય છે. ”

આ પણ વાંચો:આતંકીઓએ આ વખતે ભૂલ કરી, ભારે કિંમત ચુકવવી પડશે : PM મોદી

130 કરોડ દેશવાસીઓ જવાબ આપશે

પાકિસ્તાનમાં બેસેલા લોકો સમજે છે કે ભારતને બરબાદ કરી શકશે પરંતુ અમે તમારી બરબાદી જોઈ છે. અમે જે રસ્તે ચાલીએ છીએ તે રસ્તે અમારી દિવસે બે ગણી રાતે ચાર ગણી પ્રગતિ થઈ રહી છે. પાડોશી અને તેના મનસુબાનો જવાબ દેશના 130 કરોડ લોકો જવાબ આપશે.

વિશ્વના મોટા મોટા દેશ ભારત સાથે ઊભા છે

મારી પાસે જે સંદેશા આવ્યા છે તેનાથી જાણવા મળે છે કે વિશ્વના અનેક દેશો દુઃખી છે, ગુસ્સામાં છે. વિશ્વના તમામ દેશો આતંકવાદ સમાપ્ત કરવાના પક્ષમાં છે. વીર દીકરીઓ અને દીકરાઓની આ ધરતી જાણે છે કે દુઃશ્મનોના હુમલાનો જવાબ કેવી રીતે કરવી. મા ભારતીની રક્ષા કેવી રીતે કરવી.

આ પણ વાંચો:પુલવામા હુમલાના બે દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદે આપી હતી વૉર્નિંગ
First published:

Tags: Revenge, આર્મી, નરેન્દ્ર મોદી, પુલવામા

આગામી સમાચાર