ન્યૂઝ 18 ગુજરાતી: જમ્મુ કાશ્મીરમાં આવેલા બડગામમાં સેનાનાં એક જવાનનું આતંકીઓએ અપહરણ કરી લીધું છે તેવા સમાચાર શુક્રવારે રાતથી ફરી રહ્યાં હતાં. પરંતુ આ સમાચાર ખોટા છે. નોંધનીય છે કે શનિવારે સવારે આશરે પાંચ કલાકે યાસીન ભટ જમ્મુ કાશ્મીર લાઇટ ઇન્ફૈન્ટ્રીનાં રેજિમેન્ટલ સેન્ટર પર પહોંચ્યાં હતાં.
રક્ષા વિભાગનાં પ્રવક્તાએ આ સંબંધમાં ટ્વિટ કરીને કહ્યું છે કે, 'બડગામનાં સેના જવાનનાં અપહરણની વાત ખોટી છે. જવાન સુરક્ષિત છે.'
Clarification. Media reports of the abduction of a serving Army soldier on leave from Qazipora, Chadoora, Budgam are incorrect. Individual is safe. Speculations may please be avoided.@PMOIndia@nsitharaman@DefenceMinIndia@PIB_India@adgpi
— Defence Spokesperson (@SpokespersonMoD) March 9, 2019
શું હતી અફવા?
ખબર હતી કે બડગામનાં ચડોરા વિસ્તારમાંથી આતંકીઓએ સેનાનાં જવાનનું અપહરણ કર્યું. જવાન રજા પર હતો. જવાન જમ્મુ કાશ્મીર લાઇટ ઇન્ફૈન્ટ્રી યુનિટમાં કાર્યરત હતો. ખબર એવી પણ હતી કે જવાન યાસીન 26 ફેબ્રુઆરીનાં રોજ એક મહિનાની રજા પર ગયો હતો. જવાનને શોધવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ અને સેનાની એક સંયુક્ત ટીમ બનાવીને તેના ગામમાં મોકલવામાં આવી છે. પુલવામા આતંકી હુમલા પછી આવા સમયમાં જવાનનું અપહરણ કરવામાં આવ્યું છે. જ્યારે સીમા પર હાલાત તણાવપૂર્ણ છે. માહોલને જોતા જમ્મુ કાશ્મીરને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
આતંકીઓએ પહેલીવાર કોઇ જવાનનું અપહરણ નથી કર્યું. ગત વર્ષે જૂનનાં રમઝાનનાં પાક મહિનામાં પણ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ ઔરંગઝેબ નામના જવાનનું અપહરણ કરીને હત્યા કરી દીધી હતી. તેની હત્યા પહેલા તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેને સોશિયલ મીડિયામાં શેર પણ કરવામાં આવ્યો હતો. જેમાં દેખાતું હતું કે જવાનની હત્યા કર્યા પહેલા તેને ઘણો જ ટોર્ચર કરવામાં આવ્યો હતો.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર