Home /News /gujarat /ભાજપ બાદ ગુજરતમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા, અર્જુન મોઢવાડીયાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

ભાજપ બાદ ગુજરતમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા, અર્જુન મોઢવાડીયાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રામાં ભાજપ સરકાર વિરુદ્ધ અલગ-અલગ મુદ્દાઓ સાથે લોકોને મળી પોતાનો પ્રચાર કરશે.

Gujarat Congress: કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રામાં ભાજપ સરકાર વિરુદ્ધ અલગ-અલગ મુદ્દાઓ સાથે લોકોને મળી પોતાનો પ્રચાર કરશે. ત્યારે મોરબીમાં બનેલ જુલતો પુલ ધારાશાઈ થવા મામલે કોંગ્રેસના અર્જુન મોઢવાડીયાએ સવાલો ઉઠાવ્યા છે

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પરિવર્તન યાત્રા શરૂ કરાઇ છે. ગુજરાતના 5 ઝોનમાં આ યાત્રા ફરશે. જેમાં સોમનાથથી ભાવનગર યાત્રામાં અર્જુન મોઢવડીયા, અંબરીશ ડેર જોડાયા હતા.

    ગુજરાત વિધાન સભાની ચૂંટણીની જાહેરાતના હવે ગણતરીનો સમય જ બાકી છે ત્યાં ભાજપ બાદ ગુજરાત કોંગ્રેસ એ પણ ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા પોતાનો પ્રચાર જોરશોરથી શરૂ કર્યો છે. અને કોંગ્રેસ દ્વારા ભાજપની ગુજરાતની તમામ 182 બેઠકો પર યાત્રા યોજી છે, જેમાં ગુજરાત કોંગ્રેસે આ યાત્રાને પરિવર્તન સંકલ્પ યાત્રા નામ આપ્યું છે. અને આ પરિવર્તન યાત્રા કુલ 5 ઝોનમાં વહેંચવામાં આવી છે. જેનો પ્રારંભ આજે સોમનાથથી થયો છે. પરિવર્તન યાત્રા સોમનાથથી શરૂ થઈ કોડીનાર ઉના રાજુલા સહિત ભાવનગર સુધીના દરિયા કાઠાની બેઠકો પર ફરશે.



    કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રામાં ભાજપ સરકાર વિરુદ્ધ અલગ-અલગ મુદ્દાઓ સાથે લોકોને મળી પોતાનો પ્રચાર કરશે. ત્યારે મોરબીમાં બનેલ જુલતો પુલ ધારાશાઈ થવા મામલે કોંગ્રેસના અર્જુન મોઢવાડીયાએ સવાલો ઉઠાવ્યા છે કે જવાબદાર અધિકારી સામે કેમ પગલાઓ નથી લેવાયા? પુલ ખુલ્લો મુકતા પહેલા જે જરૂરી કાર્યવાહી કરવાની થતી હોય છે તે કેમ ન કરવામાં આવી. પાલિકા એ ટેન્ડર પ્રક્રિયા વગર પુલ ખુલ્લો મૂક્યો, તો સેફ્ટી સર્ટિ કેમ ન લેવાયા? સાથે જ મૃતકોને 30-30 લાખ રૂપિયાની સહાય આપવા મોઢવાડીયા એ માંગ કરી.

    આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, મૃતકોના પરિવારજનોને મળશે

    તો છેલ્લા બે ત્રણ વર્ષમાં ગુજરાતમાં બનેલી ઘટનાઓનું પણ મોઢવાડીયા એ વર્ણન કરતા ભાજપ પર આક્ષેપ કર્યા કે આશારામ બાપુ બળાત્કાર કેસ હોઈ કે નલિયા કાંડ, કે પછી લંઠ્ઠાકાંડ કે પછી સુરતનો તક્ષશીલા કાંડ હોય કે પછી મુદ્રા પોર્ટ પરથી પકડાયેલા ડ્રગ્સનો મામલો હોય, ભાજપ ભિનું સંકેલવાનો પ્રયાસ કરે છે કારણ કે મુખ્ય આરોપીઓને તો સજા મળતી નથી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: 2022 Assembly elections, BJP Vs Congress, Gujarat Assembly Elections 2022

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन