Home /News /gujarat /

સાબરમતી રિવરફ્રન્ટના આર્કિટેક્ટ બિમલ પટેલને પદ્મી શ્રી એનાયત

સાબરમતી રિવરફ્રન્ટના આર્કિટેક્ટ બિમલ પટેલને પદ્મી શ્રી એનાયત

આર્કિટેક્ટ બિમલ પટેલની પ્રોફાઇલ

ગુજરાતના 9 મહાનુભાવોને પદ્મશ્રી, ગુજરાતી મૂળના એક વ્યક્તિને પદ્મ ભૂષણ અને એક વ્યક્તિે પદ્મ વિભૂષણ એવોર્ડની જાહેરાત

    ન્યૂઝ 18 ગુજરાતી: પ્રજાસત્તાકદિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા જાહેરા કરાયેલા 112 પદ્મ એવોર્ડ વિજેતાઓમાં રાજ્યના 9 મહાનુભાવોને પદ્મ શ્રીની જાહેરાત કરાઈ છે. આ એવોર્ડ પ્રાપ્ત કરનારા ગુજરાતીઓમાં અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલનો સમાવેશ પણ થાય છે. બિમલ પટેલ શહેરી નિર્માણ, અને શિક્ષણ સાથે જોડાયેલા આર્કિટેક્ટ છે. બિમલ પટેલના જાણીતા કામમાં દેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર સાબરમતી રીવર ફ્રન્ટનો સમાવેશ થાય છે. જાણો કોણ છે પદ્મી શ્રી પ્રાપ્ત કરનાર આર્કિટેક્ટ બિમલ પટેલ

    અમદાવાદના 57 વર્ષીય આર્કિટેક્ટ બિમલ પટેલ અર્બન પ્લાનર છે. હાલમાં તેઓ અમદવાદની સેપ્ટ યુનિવર્સિટીના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. પાછલા 30 વર્ષોથી વ્યાવસાયીક અને શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા બિમલ પટેલ આર્કિટેક્ચરને લગતા અનેક વિષયોમાં સંશોધન કર્યુ છે. તેઓ સાબરમતી રિવરફ્રન્ટના આર્કિટેક્ટ છે. બિમલ પટેલ પોતાની પ્રાઇવેટ લી. પેઢી પણ ધરાવે છે.

    વર્ષ 1995માં અમેરિકાના કેલિફોર્નિયાની બર્કલી યુનિવર્સિટીમાંથી શહેરી અને ગ્રામિણ આયોજનમાં ડૉક્ટેરટની પદવી મેળવનાર બિમલ પટેલે વર્ષ 1996માં એનવાયર્નમેન્ટ કૉલાબરેટિવ નામની એક નોન-પ્રોફીટ સંસ્થાની શરૂઆત કરી હતી. આ સંસ્થા પ્લાનિંગ રિસર્ચને લગતું કાર્ય કરે છે. બિમલ પટેલના પિતા પણ અમદાવાદ શહેરના ખૂબ જ જાણીતા આર્કિટેક્ટ હતા.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Republic day 2019, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन