ગાંધીનગર : રાજ્યની આરટીઓ/એઆરટીઓ કચેરીઓ ખાતે અરજદારો માટે વાહન સંબંધિત કામગીરી માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પદ્ધતિ અંતર્ગત ઘણી ફેસલેસ સેવા તથા નોન ફેસલેસ સેવાઓની અરજીઓ એક સાથે કરવામાં આવી છે. જેનું રીશિડ્યુલિંગ શક્ય ન હોવાના કારણે આવી અરજીઓ પડતર રહેવા પામી છે.
આ પડતર અરજીઓને આગામી 27 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન તમામ આરટીઓ/એઆરટીઓ ખાતે નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જેને ધ્યાને લઇ જેની અરજીઓ પડતર હોય તે અરજદારો દ્વારા તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલ મેસેજમાં દર્શાવેલ નિયત સમય તથા તારીખે સંબંધિત આરટીઓ/એઆરટીઓ કચેરીઓ ખાતે જરૂરી દસ્તાવેજો સાથે જવાનું રહેશે.
કચેરીમાં પ્રવેશ માટે સિક્યુરીટી કર્મચારીને અરજદારે SMSમાં દર્શાવેલ તારીખ અને સમય બતાવવાનો રહેશે.
Published by:Ashish Goyal
First published:July 24, 2020, 21:44 pm