ગુજરાતમાં મહારાષ્ટ્રની જેમ ફિલ્મ ઉદ્યોગ શરૂ કરવાની અપીલ, રાજ્ય સરકારે આપ્યો આ જવાબ

ગુજરાતમાં મહારાષ્ટ્રની જેમ ફિલ્મ ઉદ્યોગ શરૂ કરવાની અપીલ, રાજ્ય સરકારે આપ્યો આ જવાબ
રાજ્યમાં કલા કસબીઓ ફરી એકવાર પગભર થાય તે માટે કલા જગત સાથે સંકળાયેલા અભિલાષ ઘોડાએ ગુજરાત સરકારને એક પત્ર લખ્યો

રાજ્યમાં કલા કસબીઓ ફરી એકવાર પગભર થાય તે માટે કલા જગત સાથે સંકળાયેલા અભિલાષ ઘોડાએ ગુજરાત સરકારને એક પત્ર લખ્યો

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કલા કસબીઓ ફરી એકવાર પગભર થાય તે માટે કલા જગત સાથે સંકળાયેલા અભિલાષ ઘોડાએ ગુજરાત સરકારને એક પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે ગુજરાતી રંગભૂમિ, ટેલિવિઝન અને ફિલ્મો સાથે સંકળાયેલા કલાકારો વતી લખ્યો હોવાનું જણાવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકારના રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવને સંબોધીને પત્રમાં રાજયમાં ઓડિટોરિયમ, સિનેમાઘરો ફિલ્મો અને ટેલિવિઝનના શૂટિંગ શરૂ થઈ શકે તે બાબતે રાજ્ય સરકારને કેટલાક સૂચનો પણ આપ્યા હતા. તેમણે જણાવ્યું છે કે 10 થી 11 વ્યક્તિના એક પ્રતિનિધિ મંડળ સાથે એક બેઠક કરવામાં આવે. જેથી મનોરંજન ક્ષેત્રે સંકળાયેલા કલા કસબીઓ ફરી એકવાર રોજીરોટી મેળવી શકે પરંતુ બેઠક શક્ય ન હોવાથી રાજ્ય સરકારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે રાજ્ય સરકાર કલા કસબીઓ સાથે છે અને હકારાત્મક અભિગમ ધરાવે છે હાલ કેન્દ્ર સરકારના 31 મે સુધીના લૉકડાઉનને લઈને કોઈપણ નિર્ણય કરવો અશક્ય છે. આ અંગે 31 મે બાદ વિચારણા કરવામાં આવશે.

ભારતમાં મુંબઇ બોલિવૂડનું હબ હોવાથી મુંબઈમાં ઘણા કલાકારો અને કસબીઓ રોજગારી માટે મુંબઈ આવે છે. આવા સંજોગોમાં તમામને ફરી એકવાર રોજગારી મળી રહે અને રાજ્યમાં ફરી એકવાર ફિલ્મો અને ટેલિવિઝનનું શૂટિંગ શરૂ થાય તે માટે પ્રતિનિધિમંડળ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી હતી અને ફરી એક વખત ફિલ્મ ઉદ્યોગ શરૂ થાય તે માટે ચોક્કસ ગાઇડલાઇન્સ પણ આપી હતી. જે વાત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા શૂટિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે.આ પણ વાંચો - ગુજરાતના કાપડ ઉદ્યોગનું અર્થતંત્ર વેગવંતુ કરવા એસોસિએશન દ્રારા RBIને રજુઆત

ગુજરાત સરકારને અપાયેલા સૂચનો

- ગુજરાત ના દરેક ઓડીટોરીયમ અને‌ સિનેમાઘરોમાં હવાઇ સેવાની જેમ ઓડ/ઇવન પદ્ધતિથી સીટો ફાળવી ઓડીટોરીયમ અને સિનેમા ઘરો ચાલુ કરવામાં આવે. જ્યાં સેનિટાઇઝર, ટેમ્પરેચર ગન જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ કોર્પોરેશન અથવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે.

- મુંબઈની ગાઇડ લાઇન પ્રમાણે શૂટિંગ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે.

- ટિકિટ બુકિંગ માત્ર ઓનલાઇન અને હોમ ડિલિવરી જેવી સેવાઓ દ્વારા જ ઉપલબ્ધ થઇ શકે.

- ઓડીટોરીયમનો સ્ટાફ પી.પી.ઇ. કીટનો ઉપયોગ કરશે.

- લગ્ન પ્રસંગે સંપૂર્ણ સલામતીની વ્યવસ્થા સાથે કાર્યક્રમ માટે અલાયદી વ્યવસ્થા કરી દસ કલાકારોની મર્યાદામાં કાર્યક્રમો કરવા દેવા મંજુરી આપવામાં આવે.(જેના માટે સોશિયલ ડીસ્ટન્સ કલાકારો વચ્ચે પણ જળવાઇ રહે તે માટે યજમાન તરફથી બનાવવામાં આવતા સ્ટેજની સાઇઝ પણ બમણી રાખવામાં આવે ).

- કલાકારો/કસબીઓને પણ અન્ય વેપારીઓની જેમ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરી શકાય.

- સ્ટેજ પર જરૂરી કલાકારો અને કસબીઓ જ હોય તેવો નિયમ અમલમાં મુકી શકાય.

- દરેક શો ની શરૂઆત માં "કોરોના જાગૃતિ" માટે તથા "આત્મનિર્ભર અભિયાન" માટે કલાકારોએ રાજ્ય સરકાર સુચવે તે રીતે વિનામુલ્યે પ્રચાર કરવો ફરજીયાત રહેશે.

- ઓડીટોરીયમ ની સંખ્યા 50૦% થઇ જવાથી ઓડીટોરીયમનું ભાડું અને કલાકારો/કસબીઓના પુરસ્કારની 50% રકમ સરકાર ભોગવે તો ખુબ મોટું કામ થઇ શકે. આના કારણે કોઇને ઘેર બેઠા સહાય આપવાનો મુદ્દો નિકળી જશે.

- રાજ્ય સરકારની અનેક સહાય યોજનાની રકમમાંથી નંબર 9 નો ખર્ચ કાઢી શકાય.

- ઓડીટોરીયમ/ સિનેમામાં બનેલા ફુડ કાઉન્ટર પર પણ રેલ્વે સ્ટેશનની જેમ જ પેક ફુડ વેચી શકાય.
First published:May 21, 2020, 16:39 pm

टॉप स्टोरीज