એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને ત્યાં બાળક ક્યારે આવશે તેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. તેમનાં ફેન્સને પણ આ વાતની ઇન્તેજારી હતી. હવે ફાઇનલી આ ગૂડ ન્યૂઝ આવી ગઇ છે. અનુષ્કા શર્મા ગર્ભવતી છે. આ વાતની જાહેરાત વિરાટ અને અનુષ્કા બંનેએ તેમનાં ટ્વિટર પેજ પર કરી છે.
વિરાટ કોહલીએ કરી ટ્વિટ
અનુષ્કા શર્માએ કરી ટ્વિટ
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરમાં અનુષ્કાનું બેબી બમ્પ સ્પષ્ટ જોઇ શકાય છે. તેમણે તસવીર શેર કરતાં લખ્યુ છે કે, જાન્યુઆરી 2021માં અમે બેમાંથી ત્રણ થઇ જઇશું.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનાં લગ્નને 3 વર્ષ બાદ માતા પિતા બનવા જઇ રહ્યાં છે. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતાં. 11 ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતાં. તેમની પ્રેગ્નેન્સીની જેમજ તેમનાં લગ્ન પણ ઘણાં જ સરપ્રાઇઝિંગ હતાં.
આ પણ વાંચો- SSR Case: નાર્કો ટેસ્ટ થયો તો ઘણાં A લિસ્ટેડ એક્ટર જેલમાં હશે- કંગના રનૌટ
આપને જણાવી દઇએ કે છેલ્લા ઘણાં સમયથી અનુષ્કા અને વિરાટ ક્યારે માતા પિતા બનશે તે અંગે વાતો થઇ રહી હતી. ફાઇનલી વિરાટ અનુષ્કાનાં ફેન્સ માટે આ ગૂડન્યૂઝ આવી ગયા છે. આ પહેલાં કરિના કપૂર અને સૈફ અલી ખાન તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ બીજી વખત માતા પિતા બનવાનાં છે. અને કરિના ગર્ભવતી છે.
Published by:Margi Pandya
First published:August 27, 2020, 11:30 am