Home /News /gujarat /ગુજરાત પર ઘેરાયું વધુ એક સકંટ, આગામી 24 કલાક અત્યંત ભારે, ગુજરાતથી માત્ર 110 કિમી દૂર છે લો પ્રેશર
ગુજરાત પર ઘેરાયું વધુ એક સકંટ, આગામી 24 કલાક અત્યંત ભારે, ગુજરાતથી માત્ર 110 કિમી દૂર છે લો પ્રેશર
ગુજરાતના દરિયા કિનારે સંકટ!
Gujarat sea stormy : ગુજરાતમાં આકાશી તાંડવ બાદ દરિયો કરી શકે છે જોરદાર તોફાન, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના દરિયાકાંઠ કરંટ તો જોવા મળી જ છે પણ હવે દરિયાનું પાણી આપના ગામમાં પણ ઘુસી શકે છે
Monsoon 2022 : ગુજરાત (Gujarat Rainfall) માટે આગામી 24 કલાક ભારે કહેવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે દરિયા કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. મહત્ત્વની વાત એ છે કે, આ ગુજરાતથી માત્ર 110 કિમી દૂર છે લો પ્રેશર, ગુજરાતના દરિયા કાંઠે (Gujarat Sea) 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે, દરિયામાં ઉછળી શકે છે ઉંચા મોજા. હવે આકાશી તાંડવ બાદ દરિયો તોફાન મચાવશે. તંત્ર દ્વારા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર બની, તોફાની નદીઓના પાણી લોકોના ઘરમાં પહોંચ્યા અને તારાજી સર્જી, હજું નદીઓના પાણીનો કહેર ઓછો નથી થયો ત્યાંજ હવે દરિયો ગાંડો બન્યો છે. દરિયો ડરાવી રહ્યો છે. સાચવજો, ગુજરાત માટે હજું 24 કલાક ભારે છે.
ગુજરાત પણ જાણે કુદરત કોપાઈમાન થયા હોય તેમ, જુલાઈ મહિનામાં એક બાદ એક જોખમ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. ત્યારે હવે ગુજરાતનો દરિયો આગામી ત્રણ દિવસ ભારે તોફાન કરી શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. ત્યારે કહી શકાય કે, ગુજરાતમાં હાલ એક સાધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. કેમ કે હવે દરિયો ડરાવી રહ્યો છે. એટલે સાચવજો ગુજરાતવાસીઓ, આગામી 24 કલાક અત્યંત ભારે છે.
ગુજરાતમાં આકાશી તાંડવ બાદ દરિયો કરી શકે છે જોરદાર તોફાન, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના દરિયાકાંઠ કરંટ તો જોવા મળી જ છે પણ હવે દરિયાનું પાણી આપના ગામમાં પણ ઘુસી શકે છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નદીઓ ગાંડીતૂર અને આકાશમાંથી આફત વરસતા જળતાંડવ તો યથાવત છે. ત્યારે આ સંકટ ગુજરાતને ચિંતામાં મુકી રહ્યું છે. જેના પરિણામે હાલ રાજ્યના દરેક બંદર પર ભયસૂચક સિગ્નલ નંબર 3 લગાવી દેવાયું છે. તો બીજી તરફ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
વલસાડના દરિયાએ તો અત્યારથી જ તોફાન કરવાનું શરૂ કરી દીધું છે. વલસાડના દરિયાના પાણી દરિયાકાંઠે વસેલા દાતી ગામમાં ઘુસવાના શરૂ થઈ ગયા છે. જેના કારણે આ ગામના 6 હજાર લોકો પર સંકટ ઘેરાયું છે. તો પોરબંદરના બંદર પણ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદરના દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં જોરદાર કરંટ જોતા હાલ ત્યાં લોકોને ન જવા તંત્રએ સૂચના આપી છે.
દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભયાનક સ્થિતિ છે. ત્યારે નવસારીના દાંડી બીચ પર દરિયામાં જોરદાર કરન્ટ જોવા મળ્યો છે. જેના કારણે અહીં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. સૂચના મુજબ અહીં પણ તંત્ર દ્વારા પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું
અરબ સાગરમાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા ઉંચા મોજાં ઉછળવાની શરૂઆત પણ થઈ છે. વલસાડના તિથલના દરિયાકિનારે જોરદાર ઉંચા મોજાં ઉછળ્યાં છે. હવામાન વિભાગે કેટલીગ જગ્યાએ ખૂબ ઉંચા મોજાં ઉછળવાની પણ સંભાવના દર્શાવી છે. આ તરફ નવસારી, પોરબંદર,દીવ તથા ગીર સોમનાથના દરિયો પણ તોફાની બન્યો છે. પ્રવાસીઓને દરિયાકાંઠે સાવચેત રહેવા સૂચના જાહેર કરાઈ છે. એક તરફ વરસાદ યથાવત છે ત્યારે બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર