Home /News /gujarat /

આડેધડ વોટ્સએપ ગ્રૂપમાં એડ થવાની સમસ્યાથી પરેશાન છો? આવી રીતે રહો સમસ્યાથી દૂર

આડેધડ વોટ્સએપ ગ્રૂપમાં એડ થવાની સમસ્યાથી પરેશાન છો? આવી રીતે રહો સમસ્યાથી દૂર

કેટલીક વસ્તુઓને સરળ બનાવવા માટે વોટ્સએપે સુવિધા આપી હતી કે, કોઈપણ વ્યક્તિ પોતાના સંબંધીઓ-મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શકતી હતી. આવું કરવા માટે એડમિન પાસે તે વ્યક્તિનો મોબાઈલ નંબર હોવો જરૂરી હતો. પરંતુ લોકોએ આ ફીચરનો દુરુપયોગના સમાચાર પણ આવવા લાગ્યા હતા.

કેટલીક વસ્તુઓને સરળ બનાવવા માટે વોટ્સએપે સુવિધા આપી હતી કે, કોઈપણ વ્યક્તિ પોતાના સંબંધીઓ-મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શકતી હતી. આવું કરવા માટે એડમિન પાસે તે વ્યક્તિનો મોબાઈલ નંબર હોવો જરૂરી હતો. પરંતુ લોકોએ આ ફીચરનો દુરુપયોગના સમાચાર પણ આવવા લાગ્યા હતા.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ અત્યારના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મની તુલનામાં સૌથી વધારે પોપ્યુલર ઈન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ વોટ્સએપ (WhatsApp)છે. કેટલીક વસ્તુઓને સરળ બનાવવા માટે વોટ્સએપે સુવિધા આપી હતી કે, કોઈપણ વ્યક્તિ પોતાના સંબંધીઓ-મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શકતી હતી. આવું કરવા માટે એડમિન પાસે તે વ્યક્તિનો મોબાઈલ નંબર હોવો જરૂરી હતો. (પ્રતિકાત્મક તસવીર)


    પરંતુ લોકોએ આ ફીચરનો દુરુપયોગના સમાચાર પણ આવવા લાગ્યા હતા. કોઈપણ વ્યક્તિ કોઈપણ અજાણી વ્યક્તિને રેન્ડમ ગ્રુપમાં એડ કરવા લાગ્યા હતા. વોટ્સએપને સતત આ અંગે ફરિયાદો મળતી હતી. ત્યારબાદ આ સમસ્યાનું હલ શોધી લીધું છે. થોડા મહિનાઓ પહેલા વોટ્સએપે આ માટે ખાસ ફિચર આપ્યું છે. વોટ્સએપમાં પ્રાઈવસી સેટિંગમાં (Privacy Setting) જઈને આ ફિચરની મદદ લઈ શકાય છે. (પ્રતિકાત્મક તસવીર)


    આ ફિચર માટે તમારે એપ સેટિંગમાં જવું પડશે. ત્યારબાદ એકાઉન્ટના ઓપ્શન ઉપર ટચ કર્યા પછી પ્રાઈવસીના ઓપ્શન ઉપર ટચ કરવું પડશે. અહીં તમને ગ્રુપના ત્રણ ઓપ્શન આપવામાં આવશે. આ ઓપ્શન Everyone, My Contacts, or My Contacts Except.નું હશે. (પ્રતિકાત્મક તસવીર)


    જો તમે Everyoneને સિલેક્ટ કરો છો તો કોઈપણ વ્યક્તિ તમને ગ્રુપમાં એડ કરી શકે છે. જો તમે My Contactsનો ઓપ્શન પસંદ કરો છો તો માત્ર તમારા કોન્ટેક્ટમાં જે હશે એજ તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શકે છે. અને છેલ્લે My Contacts Exceptનો ઓપ્શન પસંદ કર્યા પછી તમે તમારા કોન્ટેક્ટમાં જ માત્ર એવા લોકોને પસંદ કરી શકો છો જે તમે ઈચ્છો કે તે તમને કોઈ ગ્રુપમાં એડ કરે. (પ્રતિકાત્મક તસવીર)


    જો તમે આઈફોન યુઝ કરો છો તો તમારે એપ સેટિંગમાં જઈને પ્રાઈવસી ઉપર ટેપ કરવાનું રહેશે. પ્રાઈવસી ઉપર ટેપ કર્યા પછી ગ્રુપ ઓપ્શન ઉપર ટચ કરવાનું રહેશે. આ માટે આગામી સ્ક્રીન ઉપર તમને Everyone, My Contacts and My Contacts Exceptનો ઓપ્શન આપવામાં આવે છે. અહીં તમે તમારા હિસાબથી વિકલ્પ પસંદ કરી શકો છો. (પ્રતિકાત્મક તસવીર)
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર