અનીતા હસનંદાનીએ શેર કર્યો ક્યૂટ વીડિયો, બોમ્બ ફડી કર્યું દીકરા આરવનું સ્વાગત

અનીતા હસનંદાનીએ શેર કર્યો ક્યૂટ વીડિયો, બોમ્બ ફડી કર્યું દીકરા આરવનું સ્વાગત
રોહિત અને અનિતાએ શેર કર્યો વીડિયો

અનીતા હસનંદાની (Anita Hassanandani) અને રોહિત રેડ્ડી (Rohit Reddy)ને ત્યાં ગત 9 ફેબ્રુઆરીનાં બેબી બોયનાં પેરેન્ટ્સ બન્યા છે. અનીતાએ તેનાં દીકરા અને પતિની સાથે એક ક્યૂટ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે હવે વાયરલ થઇ ગયો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાની (Anita Hassanandani) અને રોહિત રેડ્ડી (Rohit Reddy) કેટલાંક દિવસ પહેલાં જ એક દીકરાનાં પેરેન્ટ્સ બન્યા છે. રોહિતે તેનાં ઇન્સ્ટાગ્રામ (Instagram) પેજ પર શેર કરી હતી. થોડા દિવસ પહેલાં અનિતાએ તેનાં દીકરા અને પિતા સાથે એક ક્યૂટ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે હવે વાયરલ થઇ રહ્યો છે.

  અનીતાએ એક ફિલ્ટર યૂઝ કર્યું છે જેમાં તેણે દીકરા આરવનો જન્મ કેવી રીતે થયો તેનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અનીતાનાં પેટ પર બોમ્બ નજર આવે છે. જેને પતિ રોહિત લાઇટર ચાંપે છે. અને પછી બોમ્બ ફૂટે છે. અનીતા અને રોહિત બેથી ત્રણ થઇ ગયા છે. એનો અર્થ છે કે, દીકરો આરવ પણ વીડિયોનો ભાગ બની જા યચે. અનીતાનો આ વીડિયો ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યો છે.

  9 ફેબ્રુઆરીનાં રોહિતે તેનો અને અનીતાનો એક ફોટો શેર કર્યો છે. અને કેપ્શનમાં લખ્યું છે 'દીકરો થયો છે.' રોહિતે પોસ્ટ શેર કર્યા બાદ વધામણાઓની ભરમાર થઇ ગઇ છે. અનીતા હસનંદાનીએ 2020 ઓક્ટોબરમાં ફેન્સની સાથે તેની પ્રેગ્નેન્સીની ન્યૂઝ શેર કરી છે.

  અનિતાએ વર્ષ 2013માં રોહિત સાથે લગ્ન કરી ઘર વસાવી લીધુ હતું. અનીતા ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચૂકી છે. એકતા કપૂરનાં શો 'નાગિન'માં તેનો રોલ ખુબ જ પસંદ થયો હતો. અનીતાનું ફિલ્મી કરિઅર કંઇ ખાસ રહ્યું ન હતું. પણ ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેનું નામ ઘણું મોટું છે. અનીતાએ 'યે હૈ મોહબ્બતે', 'કાવ્યાંજલી', 'ક્યોકી સાસ ભી કભી બહૂ થી' અને 'કસમ સે' જેવાં ટીવી શોમાં કામ કરી ચૂકી છે.
  Published by:Margi Pandya
  First published:February 22, 2021, 11:10 am

  ટૉપ ન્યૂઝ