અનિલ કપૂર આ કારણે પકડતો શ્રીદેવીના પગ, કારણ સાંભળીને બોની કપૂરના નીકળી ગયા હતા આંસુ

બોની કપૂર, શ્રીદેવી અને અનિલ કપૂર

શ્રીદેવી (Sridevi) અને અનિલ કપૂરે (Anil Kapoor) પોતાના શાનદાર અભિનય (Acting)ના જોરે બોલિવૂડ (Bollywood) ફિલ્મ (film) જગતમાં પોતાની ઓળખ બનાવી અને લાખો ચાહકોના દિલની ધડકન બની ગયા

 • Share this:
  મુંબઈ : શ્રીદેવી (Sridevi) અને અનિલ કપૂરે (Anil Kapoor) પોતાના શાનદાર અભિનય (Acting)ના જોરે બોલિવૂડ (Bollywood) ફિલ્મ (film) જગતમાં પોતાની ઓળખ બનાવી અને લાખો ચાહકોના દિલની ધડકન બની ગયા. તમને જણાવી દઈએ કે બોની કપૂરે (Bonnie Kapoor) બોલિવૂડ ફિલ્મ જગતની ખૂબ જ સુંદર તેજસ્વી અભિનેત્રી (Actress) શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા, જ્યારે બોની કપૂરનો નાનો ભાઈ અનિલ કપૂર પણ એક શાનદાર અભિનેતા (Actor) છે.

  તમને જણાવી દઈએ કે જ્યારે શ્રીદેવી તેની ભાભી બની, ત્યારથી અનિલ કપૂરે તેની ભાભી શ્રીદેવી માટે ખૂબ જ આદર સાથે તેમના પગ સ્પર્શ કરવાનું શરૂ કર્યું. આ વાત અનિલ કપૂરે એક ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન શેર કરી હતી અને આ સાંભળીને તેમના ભાઈ બોની કપૂર ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.આવો તમને જણાવીએ કે તેમના પગને સ્પર્શ કરવા પાછળનું કારણ શું હતું.

  ચાલો જાણીએ અનિલે આખરે શું કહ્યું હતું…

  બીજી તરફ અનિલ કપૂર અને શ્રીદેવીના ફિલ્મી કામની વાત કરીએ તો બંનેએ ઘણી ફિલ્મોમાં હીરો અને હિરોઈનની ભૂમિકા ભજવી છે અને પોતાના પાત્રથી ચાહકોનું દિલ પણ જીતી લીધું છે. જો કે નસીબે તેને સંબંધમાંથી ભાઈ ન બનાવ્યો, પરંતુ તે દિયર - ભાભીના સંબંધ સાથે જોડાયેલો હતો. એટલે જ શ્રીદેવી હંમેશા તેને પોતાના નાના ભાઈ તરીકે જ માનતી હતી અને અનિલ કપૂર પણ તેને ખૂબ માન આપતા હતા. તમને જણાવી દઈએ કે શ્રીદેવીના નિધન બાદ અનિલ કપૂરે આઈફા એવોર્ડના મંચ પર તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી હતી.

  અનિલ કપૂરે કહ્યું હતું કે શ્રીદેવી મારી ભાભી ન હતી, પરંતુ હું તેમને ખૂબ સારી અભિનેત્રી તરીકે માન આપું છું. બીજી તરફ અનિલ કપૂર શ્રીદેવીના મૃત્યુ બાદ બોની કપૂરને તેમનો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવા પહોંચ્યા હતો. અનિલ કપૂરે જણાવ્યું હતું કે હું જ્યારે પણ શ્રીદેવીને મળતો ત્યારે હું તેના પગ સ્પર્શ કરતો હતો.

  આ પણ વાંચો - સાઉથ સિનેમા ઈન્ડસ્ટ્રીના આ સિતારાઓએ એક ઝટકે રીજેક્ટ કરી દીધી બોલિવૂડ ફિલ્મોની ઓફર

  અનિલ કપૂરે કહ્યું કે, જ્યારે પણ હું તેમના (શ્રીદેવી) પગ સ્પર્શ કરતો ત્યારે કહેતો હતો કે તમારું થોડું ટેલેન્ટ હું લઈ લવ છું. આ સાંભળીને બોની કપૂર ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેના પુત્ર અર્જુન કપૂરે તે સમયે તેના પિતા બોની કપૂરને સંભાળ્યા હતા. તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર બોની કપૂરની પહેલી પત્નીનો દીકરો છે. બોની કપૂરના શ્રીદેવી સાથે લગ્ન થયા બાદ તેમની પહેલી પત્નીના બાળકો તેમનાથી ઘણા દૂર હતા. પરંતુ શ્રીદેવીના મૃત્યુ બાદ અર્જુન અને તેની બહેન આગળ આવ્યા અને પરિવારની સંભાળ લીધી.
  Published by:kiran mehta
  First published: