મુંબઇ: ટીવી સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ' (bhabhiji ghar par hai)માં મલખાનનો પાત્ર ભજવી લોકપ્રિય બનેલા અભિનેતા દીપેશ ભાન (deepesh bhan)નું આજે શનિવારે સવારે નિધન થયું છે. અભિનેતાના અચાનક નિધનના સમાચાર સ્તબ્ધ કરી દેતા છે. હવે અંગુરી ભાભીનો પાત્ર ભજવતી અભિનેત્રી શુભાંગી આત્રે (shubhangi atre)એ તેના કો-સ્ટારના નિધન પર પ્રતિક્રિયા આપી છે. શુભાંગીએ દીપેશ ભાનના મોતના કારણનો ખુલાસો કર્યો છે.
'ભાભીજી ઘર પર હૈ' સીરિયલમાં અંગુરી ભાભીના રોલમાં જોવા મળતી શુભાંગી અત્રેએ હાલમાં જ ઇ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં દીપેશ ભાનના મોતનું કારણ બ્રેન હેમરેજ હોવાનું જણાવ્યું છે. તેણે કહ્યું કે, સવારે દીપેશ બિલકુલ સારો હતો. હું દીપેશની બિલ્ડિંગમાં જ રહું છું. તે સવારે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. તે અચાનક જમીન પર પડી ગયો હતો. હાજર લોકોએ તેમને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે રિએક્ટ કર્યું નહોતું. જે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દીપેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અમને પહેલાં કહેવામાં આવ્યું કે, હાર્ટ એટેકના લીધે તેનું મોત થયું છે, પરંતુ હવે જાણવા મળ્યું કે દીપેશનું મોત બ્રેન હેમરેજના લીધે થયું છે.
ઉલ્લેખનીય છે કે, સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ'માં દીપેશનું કામ ઘણું વખાણાતું હતું. તે સીરિયલમાં મલખાનના રોલમાં જોવા મળતો હતો. હવે દીપેશ આપણી વચ્ચે નથી, પરંતુ તેના પાત્ર મલખાન માટે તેને હંમેશા યાદ કરવામાં આવશે. આ સીરિયલ પહેલા દીપેશ ટીવી સીરિયલ 'મે આઇ કમ ઇન મેડમ'માં કામ કરી ચૂક્યો છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર