બીપીએલ કાર્ડથી નહીં પરંતુ શિક્ષણથી ગરીબી દૂર થશેઃઆનંદીબહેન પટેલ

News18 Gujarati | Web18
Updated: June 11, 2015, 1:38 PM IST
બીપીએલ કાર્ડથી નહીં પરંતુ શિક્ષણથી ગરીબી દૂર થશેઃઆનંદીબહેન પટેલ
ગીર સોમનાથઃ રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુરુવારે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ ગીર સોમનાથ જીલ્લાના અરણેજ ગામે થી કરાવ્યો હતો. આ પ્રસંગે ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં કોંગ્રેસ દ્વારા ચલાવાતા બીપીએલ અભિયાન સંદર્ભે તીખા પ્રહારો કર્યા હતા.

  • Web18
  • Last Updated: June 11, 2015, 1:38 PM IST
  • Share this:
ગીર સોમનાથઃ રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુરુવારે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ ગીર સોમનાથ જીલ્લાના અરણેજ ગામે થી કરાવ્યો હતો. આ પ્રસંગે ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં કોંગ્રેસ દ્વારા ચલાવાતા બીપીએલ અભિયાન સંદર્ભે તીખા પ્રહારો કર્યા હતા.
ગીર સોમનાથ જીલ્લાના અરણેજ ગામે સવારે ૮:૩૦ કલાકે અરણેજ ગામે પ્રાથમિક શાળામાં ૪૩ કુમાર અને ૪૩ કન્યાઓને આવકારી રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રંસગે ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા રાજયના મુખ્યમંત્રી આનંદીબેને ગીર સોમનાથ અને જુનાગઢમાં છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા દ્વારા બીપીએલ યાદીનું અભિયાન ચલાવવામાં આવી રહેલ છે. તેને ટાંકી ને કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતાં જણાવેલ કે, ચાલીસ વર્ષ સુઘી શાસન કરનાર કોંગ્રેસ હવે ફરી સતા હાંસલ કરવા ગરીબોનો સહારો લઇ રહી છે.

બીપીએલ કાર્ડથી ગરીબી દૂર થવાની નથી. ગરીબી તો શિક્ષણથી જ દૂર થવાની  અને તે કાર્ય ભાજપે કર્યું છે. જેના લીઘે પ્રજાએ ભાજપને સ્વીકારી છે. આમ ઘરના ઘર અને બીપીએલ મુદ્દે આનંદીબેન પટેલે કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા.

આજના શાળા પ્રવેશોત્સવ પ્રસંગે સમાજ શીક્ષીત, સંસ્કારી અને સેવાભાવી હોવો જોઇએ આ ભાવ નાનપણથી જ જગાવવામાં આવે તો ઘીમે ઘીમે સમાજએ દીશા માં આવી શકે અને આ પ્રકારના સંસ્કાર આપતું સ્થાન અેટલે પ્રાથમીક શાળા અને અાંગણવાડી કેન્દ્રો છે. આ સ્થાનોમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ સાથે આગળ વઘે તે માટે રાજયવ્યાપી શાળાપ્રવેશોત્સવ રથનો પ્રારંભ થયો છે. આ તકે બાળકોને આવકાર શુભેચ્છા પાઠવી હતી.

ગીર સોમનાથ જીલ્લાના અરણેજ ગામે શાળા પ્રવેશોત્સવ સાથે અરણેજ ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. ૭૦ લાખનાં ખર્ચે નિર્માણ કરાયેલ કન્યા પ્રાથમિક શાળા અને રૂ. એક કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ કસ્તુરબા ગાંધી બાલીકા વિકાસ છાત્રાલયનું પણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લોકાર્પણ કર્યું હતું.મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગીર સોમનાથનાં કોડીનાર તાલુકાનાં અરણેજ ગામે બાળોકોને શાળા પ્રવેશોત્સવ કરાવી કીટ વિતરણ કર્યા હતા. આ પ્રસંગે કોડીનારનાં ધારાસભ્ય અને સંસદીય સચિવ જે.ડી.સોલંકી,રાજ્યસભાના સાંસદ ચુન્નીભાઈ ગોહિલ સહીતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોડીનાર બાદ સાસણનાં હરિપુર ગીર ગામે બાળકોને શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
First published: June 11, 2015, 1:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading