Home /News /gujarat /

વેપારમાં ખોટ જતાં બન્યો સાઇનાઇડ સીરિયલ કિલર, 'પ્રસાદ' આપીને 10 લોકોની હત્યા

વેપારમાં ખોટ જતાં બન્યો સાઇનાઇડ સીરિયલ કિલર, 'પ્રસાદ' આપીને 10 લોકોની હત્યા

આરોપીએ પોતાની દાદી અને ભાભીને પણ ઉતાર્યા મોતને ઘાટ, વધુ 20 લોકોને મારવાનો હતો પ્લાન

આરોપીએ પોતાની દાદી અને ભાભીને પણ ઉતાર્યા મોતને ઘાટ, વધુ 20 લોકોને મારવાનો હતો પ્લાન

  વિજયવાડા : આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) પોલીસે મંગળવારે એક સીરિયલ કિલરની ધરપકડ કરી, જેને છેલ્લા બે વર્ષમાં 10 લોકોની કથિત રીતે સાઇનાઇડ (Cyanide) મિશ્રિત પ્રસાદમ આપીને હત્યાઓ કરી હતી.

  વેલ્લંકી સિમ્હાદ્રિ ઉર્ફે શિવાએ ફેબ્રઆરી 2018થી 16 ઑક્ટોબર 2019ની વચ્ચે કૃષ્ણા, પૂર્વ ગોદાવરી અને પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં હત્યાઓ કરી. પશ્ચિમ ગોદાવરીના પોલીસ અધિક્ષક નવદીપ સિંહે મંગળવાર સાંજે એલુરુમાં ધરપકડની જાહેરાત કરી.

  પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, રિયલ એસ્ટેટના વેપારમાં નુકસાન બાદ, સિમ્હાદ્રિએ અલૌકિક શક્તિઓને રાખવાના દાવાની સાથે છેતરપિંડી શરૂ કરી દીધી. તે લોકોને છુપાયેલો ખજાનો અને કિંમતી પથ્થરોના નામ પર ફસાવતો હતો અને તેમને સોનાને બે ગણું કરવાનો વાયદો કરતો હતો.

  સાઇનાઇડ મેળવીને 'પ્રસાદમ' આપતો હતો

  એલુરુ નિવાસી આરોપીએ પીડિતોને 'ચોખા ખેંચનારા સિક્કા' આપવાના વાયદાની સાથે પૈસા અને સોનું એકત્ર કર્યું, જેને સમૃદ્ધિ લાવવા માટે માનવામાં આવે છે. ટોકન મની લીધા બાદ, તે તેમને સાઇનાઇડ મેળવેલો 'પ્રસાદમ' આપતો હતો.

  પોલીસ અધિકારીએ કહ્યુ કે, તે પીડિતોને મારવા માટે સાઇનાઇડનો ઉપયોગ કરી રહ્યો હતો કારણ કે મૃતકના શરીરમાં કોઈ ફેરફાર નહોતો દેખાયો અને આ એક પ્રાકૃતિક મોત હતું. પોલીસ અધિકારીએ કહ્યુ કે, એલુરુમાં એક સંદિગ્ધ મોતની તપાસ દરમિયાન હત્યાઓ સામે આવી.

  સરકારી શિક્ષક 49 વર્ષીય નાગરાજૂની 16 ઑક્ટોબરે બેંકમાં જમા કરવા માટે રોકડ અને આભૂષણોની સાથે ઘર છોડ્યા બાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. સિમ્હાદ્રીએ તેમને એક સિક્કાના બદલામાં 2 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી, જેનાથી સમૃદ્ધિ આવે છે તેવું માનવામાં આવે છે.

  સિમ્હાદ્રીએ અપરાધ કબૂલી લીધો

  નાગરાજૂના પરિવાર દ્વારા મોતના કારણ પર સંદેહ વ્યક્ત કર્યા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પૂછપરછ દરમિયાન સિમ્હાદ્રીએ અપરાધ કબૂલી લીધો.

  સિમ્હાદ્રીના મોબાઇલ ફોનમાં ઓછામાં ઓછા 10 પરિવારોના ફોન નંબર હતા, જેમના સંદિગ્ધ મોતની સૂચના આપવામાં આવી હતી તેથી પોલીસે ગહન તપાસ શરૂ કરી. સાઇનાઇડ-મિશ્રિત પ્રસાદમ ખાવાના કારણે તમામ પીડિતોના મોત થવાની આશંકા છે.

  પોલીસને જાણવા મળ્યું કે, પીડિતોમાં તેમની પોતાની દાદી અને ભાભી સામેલ હતી. પ્રાથમિક ફરિયાદ માત્ર ચાર મામલાઓમાં નોંધવામાં આવી હતી.

  પોલીસે તે ત્રણ પીડિતોના શબ બહાર કાઢવાનો નિર્ણય કર્યો છે જેમની હત્યા બાદ દફનાવવામાં આવ્યા હતા. તપાસકર્તાઓને આરોપીઓ વિરુદ્ધ મજબૂત કેસ બનાવવા માટે અને વધુ પુરાવા એકત્ર કરવાની આશા છે. પોલીસે વિજયવાડામાં નિકલ કોટિંગની દુકાન ચલાવનારા શેખ અમીનુલ્લાહને પણ સિમ્હાદ્રીને સાઇનાઇડ આપવાના આરોપમાં ધરપકડ કરી છે.

  આ પણ વાંચો,

  દીકરાની અંતિમ ઈચ્છા પૂરી કરવા અર્થી સામે લોકગીત ગાતી રહી માતા
  અનોખી પરંપરા : અહીં એક-બીજાને પાન ખવડાવતાં જ બની જાય છે જીવનસાથી
  Published by:user_1
  First published:

  આગામી સમાચાર