Home /News /gujarat /Exclusive: આનંદીબેન કે પુત્રી અનાર પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડે

Exclusive: આનંદીબેન કે પુત્રી અનાર પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડે

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલની ફાઇલ તસવીર

આનંદી બેન પટેલ ગુજરાતના 5 દિવસના પ્રવાસે આવનાર હોવાથી માહોલ ગરમાયો હતો જોકે હવે સ્પષ્ટતા થઈ ગઈ છે કે આનંદી બેન કે પુત્રી અનાર પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડે

  ગીતા મહેતા, ગાંધીનગર: લોકસભાની ચૂંટણી માટે એક તરફ ભાજપ દ્વારા મુરતિયાોનું મંથન કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ પાછલા ઘણા સમયથી એવી ચર્ચા હતી કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. આનંદી બેન અને અમિત શાહના બંનેના નામો આ બેઠક પર ચાલતા હોવાથી રાજકીય વાતાવરણ ગરમાયું હતું જોકે, આ બધાની વચ્ચે ન્યૂઝ 18ના એક્સક્લૂઝિવ અહેવાલ મુજબ આનંદી બેન ચૂંટણી નહીં

  કાર્યકર્તાઓએ પણ આ સીટ ઉપર દાવેદારી નોંધાવી હતી અને સૌની ઇચ્છા હતી કે કેન્દ્રીય નેતૃત્વ આ બેઠક પરથી ચૂંટણી લડશે. આનંદી બેન પટેલ અને અનાર પટેલ લોકસભાની ચૂંટણી ગુજરાતની એક પણ બેઠક પરથી ચૂંટણી નહીં લડે. ન્યૂઝ 18ના મોટા ખુલાસા અનુસાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને આનંદી બેન ચૂંટણી નહીં લડે તે નક્કી છે.

  આ પણ વાંચો: શંકરસિંહ વાઘેલાનાં 'વસંત વગડો'માં ચોરી, ચોકીદાર પર શંકા

  ગાંધીનગર લોકસભા સીટ કાર્યકર્તા અને સ્થાનિક ઉમેદવારોએ કેન્દ્રીય નેતૃત્વ માટે ખાલી કરી હતી. કાર્યકર્તાઓની લાગણી હતી કે બેન અથવા તો કોઈ કેન્દ્રીય નેતૃત્વ ચૂંટણી લડે પરંતુ કોઈ ઉમેદવારે દાવેદારી નોંધાવી નથી ત્યારે અનાર પટેલ કે આનંદી બેન પટેલના ચૂંટણી ન લડવાના કારણે આ બેઠક પર કોઈ અસર નહીં થાય.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Anandi Ben patel, Genrel election 2019, Lok sabha 2019, ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन