Home /News /gujarat /આણંદના ઓડ ગામે અંધશ્રદ્ધાના નામે દુ:ખ દૂર કરવાનું કહી મહિલાઓએ લૂંટ ચલાવી, જુઓ વીડિયો

આણંદના ઓડ ગામે અંધશ્રદ્ધાના નામે દુ:ખ દૂર કરવાનું કહી મહિલાઓએ લૂંટ ચલાવી, જુઓ વીડિયો

રાજ્યમાં ચોરી, લૂંટફાટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે.

Anand Loot Video: રાજ્યમાં ચોરી, લૂંટફાટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મહિલાઓની ઠગ ટોળકી દ્વાર ચોરીનો વધુ એક કિસ્સો આણંદના ઓડ ગામે બન્યો છે. ત્રણ મહિલા ખોડિયાર માતાજીથી આવ્યા છીએ કહીને ઘરમાં ધૂસ્યા હતા.

આણંદ: અંધશ્રદ્ધામાં આળોટતા વ્યક્તિને કોઇ પણ ધુતારા લૂંટી શકે છે. જેનો એક જીતોજાગતો પુરાવો આણંદના ઓડ ગામે બન્યો છે. જ્યાં એક મહિલાઓની એક ઠગ ટોળકીએ ખોડિયાર માતાજીથી આવ્યા છીએ કહીને ઓડ ગામના એક ઘરમાં ઘૂસી હતી અને જ્યાં તેમણે ધુણવાનું શરૂ કર્યું હતું અને એક મહિલા સાથે 1.50 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી ફરાર થઇ ગઇ હતી. જોકે આ મામલો સામે આવ્યા બાદ પોલીસે આરોપી મહિલાઓની ટોળકીની શોધખોળ હાથ ધરી છે.

રાજ્યમાં ચોરી, લૂંટફાટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મહિલાઓની ઠગ ટોળકી દ્વાર ચોરીનો વધુ એક કિસ્સો આણંદના ઓડ ગામે બન્યો છે. ત્રણ મહિલા ખોડિયાર માતાજીથી આવ્યા છીએ કહીને ઘરમાં ધૂસ્યા હતા. ઠગ મહિલાઓએ ઘરની મહિલાને દુ:ખ દૂર કરવાનું કહી ઘરમાં રહેલા તમામ પૈસા લઈ આવવાનું કહ્યું હતું. જે બાદ મહિલા તેમની વાતોમાં આવી એક લાખ રુપિયા લઈ આવી હતી. તે ઉપરાંત મહિલાની દીકરી બીજા પચાસ હજાર રુપિયા લઈ આવી હતી. ઠગ મહિલાઓ ધૂપ ઘૂણી ધૂણવા લાગી હતી. જોત જોતામાં મહિલાઓ રુપિયા લઈ ફરાર થઈ ગયા હતી.



જોકે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ત્રણેય ઠગ મહિલાઓ પહેલા ગામમાં પ્રવેશે છે અને જે બાદ એક મહિલાના ઘર પાસે પહોંચી જાય છે. જે બાદ તેઓ ઘરમાં હાજર મહિલા સાથે માતાજીને લઇ વાતો કરવા લાગે છે અને થોડી જ ક્ષણોમાં તેમાંથી એક મહિલા માતાજીનું નામ લઇ ધુણવા લાગે છે જે બાદ દુ:ખ દૂર કરવાનું કહી પૈસા અને દાગીની માંગણી કરે છે અને બાદમાં રૂપિયા હાથમાં આવતાની સાથે જ તેઓ ફરાર થઇ જાય છે.
First published:

Tags: Anand, આણંદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો