Home /News /gujarat /

અનામતઃ રાજસ્થાન પેટર્ન મુજબ જાહેરાત કરી બાકી કોર્ટ પર છોડવું જોઈએ

અનામતઃ રાજસ્થાન પેટર્ન મુજબ જાહેરાત કરી બાકી કોર્ટ પર છોડવું જોઈએ

ગાંધીનગરઃ તાજેતરમાં રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા રાહત પેકેજની જાહેરાત કરાઇ હતી. પાટીદાર સહિતના સમાજમાં થયેલી પેકેજની અસર અંગે ચર્ચા કરવા ગાંધીનગરમાં ગઇકાલે કેબિનેટની બેઠક યોજાઇ હતી.

ગાંધીનગરઃ તાજેતરમાં રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા રાહત પેકેજની જાહેરાત કરાઇ હતી. પાટીદાર સહિતના સમાજમાં થયેલી પેકેજની અસર અંગે ચર્ચા કરવા ગાંધીનગરમાં ગઇકાલે કેબિનેટની બેઠક યોજાઇ હતી.

  • Web18
  • Last Updated :
ગાંધીનગરઃ તાજેતરમાં રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા રાહત પેકેજની જાહેરાત કરાઇ હતી. પાટીદાર સહિતના સમાજમાં થયેલી પેકેજની અસર અંગે ચર્ચા
કરવા ગાંધીનગરમાં ગઇકાલે કેબિનેટની બેઠક યોજાઇ હતી.

CM આનંદીબહેને પેકેજ મામલે દરેક સમાજના પ્રતિભાવો જાણ્યાં હતા. પેકેજ અંગે સિનિયર પ્રધાનોનું સ્પષ્ટ મંતવ્ય હતું કે, પેકેજથી સમાજને લાભ તો થયો પણ અનામત જેટલો નહીં. રાજસ્થાન પેટર્ન મુજબ અનામત વ્યવસ્થા જાહેર કરવી જોઈએ. જોકે સુપ્રીમ કોર્ટે અગાઉથી જ સ્પષ્ટ કર્યું છે કે અનામત 49 ટકાથી વધુ ન હોવું જોઈએ.
સુત્રોએ જણાવ્યું હતું કે, કેબિનેટમાં પ્રધાનોનું મંતવ્ય હતું કે,રાજસ્થાન પેટર્ન મુજબ જાહેરાત કરી બાકી કોર્ટ પર છોડવું જોઈએ.

ભાજપનું માનવું છે કે કોંગ્રેસ રાજ્યમાં અશાંતિ ઇચ્છે છે

ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલનને લઇને એફએસએલના કથિત રીપોર્ટ પર રાજકારણ શરુ થઇ ગયું છે. ખાસ કરીને આ આંદોલન પાછળ ભાજપ-કોંગ્રેસના નેતાઓના દોરીસંચારને લઇને વિવાદ ઉભો થયો છે. ભાજપ પહેલેથી જ આ મામલે કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યું છે. ભાજપનું માનવું છે કે કોંગ્રેસ રાજ્યમાં અશાંતિ ઇચ્છે છે અને રાજ્યમાં સરકાર અસ્થિર બને તે માટે પ્રયાસ કરી રહી છે. આ આંદોલને પણ તેનો એક ભાગ છે. કોંગ્રેસ રાજ્યની શાંતિ ભંગ કરવા ઇચ્છે છે પણ પ્રજા સમજદાર છે અને કોંગ્રેસને આનો જવાબ આપશે.

ફાઇલ તસવીર
First published:

Tags: અનામત માંગ, પાટીદાર રેલી, રાજકારણ, રાજ્ય સરકાર, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन