સુરત: Lockdownની દર્દભરી કહાની, પરિવાર માટે જમવાની વ્યવસ્થા ન થતા રોજમદારે કર્યો આપઘાતનો પ્રયાસ


Updated: April 9, 2020, 10:46 PM IST
સુરત: Lockdownની દર્દભરી કહાની, પરિવાર માટે જમવાની વ્યવસ્થા ન થતા રોજમદારે કર્યો આપઘાતનો પ્રયાસ
સુરતમાં આર્થિક તંગીથી કંટાળી યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો

સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જોકે તેની હાલત ગંભીર હોવાનું તબીબે જણાવ્યું હતું.

  • Share this:
કોરોના વાઇરસને લઈને લોકડાઉન છે, ત્યારે રોજમદાર કામ કરતા લોકોની હાલત દયનીય બની છે. કામ ધધો બંધ થઈ જતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે પરિવારમાં બે દીકરી અને ગર્ભવતી પત્ની માટે ખીસ્સામાં રૂપિયા નહીં અને ઘરમાં રાશન ન હોવાને લઇને જમવાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડતા રોજમદાર કામદારે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો, હાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જોકે તેની હાલત ગંભીર હોવાનું તબીબે જણાવ્યું હતું.

કોરીના વાઇરસને લઈને 21 દિવસ લોકડાઉન સરકાર દ્વારા આપવામાં આવ્યું છે,જોકે આ લોકડાઉનને લઈને દરરોજ કામ કરીને કમાતા લોકોની હાલત દયનીય બની છે. કારણ કે, લોકડાઉનને લઈને વેપાર રોજગાર નથી, સાથે ખીસામાં રૂપિયા નથી ઘરમાં રાશન નથી ત્યારે આવા લોકોને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે આવોજ એક રોજમદારે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ ગોડાદરા વિસ્તારમાં રહે છે.

તે મૂળ યુપીના ગોરખપુરનો રહેવાસી છે. વસિષ્ઠ નિસાદ રંગકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો, પરિવારમાં ગર્ભવતી પત્ની અને બે દીકરીઓ સાથે રહે છે. છેલ્લા 12 વર્ષથી સુરતમાં રોજગારી મેળવી રહ્યો છે. એક વર્ષ પહેલા પત્ની રિન્કુ અને બે દીકરીઓને લઈને સુરત આવ્યો હતો. હાલ પત્નીને 9 માસનો ગર્ભ છે.

લોકડાઉન બાદ ઘરમાં અનાજ અને ખિસ્સામાં રૂપિયા ન હોવાથી માનસિક તણાવમાં રહેતો હતો જેને લઇને પરિવાર માટે જમવાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડી રહી હતી, સંતાનોને ભૂખથી તડપતા જોઈ અને આર્થીક સંકડામણ અનુભવતા વસિષ્ઠે આવેશમાં આવીને ઝેરી દેવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાની જાણકારી મળતા પરિવાર વસિષ્ઠને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વસિષ્ઠના મિત્રએ જણાવ્યું હતું કે, બે દીકરી અને ગર્ભવતી પત્નીની ભોજનની વ્યવસ્થા ન કરી શકતા પગલું ભર્યા નું જણાવ્યુ હતું. હાલમાં આ યુવાનની હાલત નાજુક હોવાનું તબીબો જણાવ્યુ હતુ. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
First published: April 9, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading