Home /News /gujarat /Bhavnagar: આ સંસ્થાને કારણે હજારો ઘરના ચૂલા સળગે છે, અનેક બાળકોને મળ્યું શિક્ષણ

Bhavnagar: આ સંસ્થાને કારણે હજારો ઘરના ચૂલા સળગે છે, અનેક બાળકોને મળ્યું શિક્ષણ

આ સંસ્થા લોકોને રોજગારી પૂરી પાડે છે 

આ સંસ્થા ગ્રામ વિકાસનાં મૂળ મંત્રને વરેલી છે. તેથી, ગ્રામ શિક્ષણ, રોજગાર, વિકાસ અને પર્યાવરણીય પ્રકલ્પ તેના મહત્વના કાર્યો રહયાં. લઘુઉદ્યોગો દ્વારા રોજગારી પુરી પાડી ગ્રામનાં વિકાસની તકોને વધુ ઉજળી બનાવવાના પ્રયાસો કરી રહી છે.

  Dhruvik gondaliya :Bhavngar. ભાતીગળ પરંપરામાં સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ વિશેષ સ્થાન ધરાવે છે. તેમાં પણ ભાવનગર પ્રાંતનું મહુવા પરગણું સવિશેષ છે. મહુવા પ્રાકૃતિક સૌંદર્યની દ્રષ્ટિએ અને ઐતિહાસિક દ્રષ્ટિએ નોંધપાત્ર છે. ઐતિહાસિક દ્રષ્ટિએ ભવાની મંદિર અને મહાલક્ષ્મી મંદિર ગણાવી શકાય. પ્રાકૃતિક દ્રષ્ટિએ નાળિયેરી અને ડીહાઈડ્રેશન ઉદ્યોગ એશિયામાં આગવો ગણાવી શકાય. વ્યકિત વિશેષ તરીકે મોરારિબાપુ, જસવંત મહેતા, છબીલદાસ મહેતા, દુલા ભાયા કાગ, (પદ્મશ્રી) હરિવલ્લભ ભાયાણી સાહેબ જેવા અદકેરા વ્યકિતત્વનો સમાવેશ કરી શકાય છે. ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો વસ્તી–વિકસની દ્રષ્ટિએ ભાવનગરમાં બીજા ક્રમે આવે છે. તાલુકામાં 118 ગામડાઓનો સમાવેશ થાય છે. મહુવા તાલુકામાં ઉદ્યોગની સ્થાપના ઠીક ઠીક પ્રમાણમાં છે પરંતુ અહિંનો ગ્રામવિસ્તારનો મુખ્ય વ્યવસાય ખેતી છે. લગભગ 30% લોકો ગરીબી રેખા હેઠળ જીવન વ્યતિત કરી રહયાં છે. આ સ્થિતિમાં વિકાસલક્ષી આયોજનની જરૂર ઉભી થઈ.  ત્યારે સેવાભાવી લોકો દ્વારા ગ્રામ નિર્માણ સમાજ મહુવાની સ્થાપના કરી લોકોની સેવા કરવામાં આવી રહી છે.

  કેવી રીતે થઇ સંસ્થાની શરૂઆત

  રાજકોટ જિલ્લાનાં રાજ સમઢિયાળા ગામના જળસંચય વિકાસ કાર્યની એક જાહેરાત  પ્રસિદ્ધ થઈ. આ નોંધ પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન  મધુકરભાઈ પારેખનાં ધ્યાનમાં આવી તેમણે આ વિચાર બીજની સ્થાપના મહુવામાં થાય તેવો નિર્ધાર વ્યકત કર્યો. આ વિચારબીજ પરિપ્લાન્વિત થયું તે ગ્રામ નિર્માણ સમાજ, ગ્રામ નિર્માણ સમાજની સ્થાપનાનો હેતુ ખાદીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા  ગ્રામોદ્વારાનો હતો. આ સંસ્થા ગ્રામ વિકાસનાં મૂળ મંત્રને વરેલી છે. તેથી, ગ્રામ શિક્ષણ, રોજગાર, વિકાસ અને પર્યાવરણીય પ્રકલ્પ તેના મહત્વના કાર્યો રહયાં. લઘુઉદ્યોગો દ્વારા રોજગારી પુરી પાડી ગ્રામનાં વિકાસની તકોને વધુ ઉજળી બનાવવાની વાત આ સંસ્થાએ કાર્યના ભાગરૂપે સ્વીકારી ગ્રામોધ્ધારની પ્રવૃત્તિ દ્વારા માનવ વિકાસની સાથોસાથ માનવ જીવન, કૃષિ, પશુપાલન ક્ષેત્રે રહેલી વ્યવસાયલક્ષી તકોનું નિર્માણ થાય તે વિચારને ધ્યાનમાં રાખી આ સંસ્થાનાં પાયા નખાયા છે.  જસવંતભાઈ મહેતા,  લલ્લુભાઈ શેઠ, ઈબ્રાહિમભાઈ કલાણિયા,  છબીલદાસ મહેતા ડોલરભાઈ વસાવડા જેવા વિચારવંત દ્રષ્ટિયુકત મહાનુભવો આ કાર્યમાં જોડાયા. આબધાનાં માર્ગદર્શન હેઠળ 1966 માં રવિશંકર મહારાજનાં વરદ હસ્તે દિપ પ્રાગટય કરાવી આ સંસ્થા બાબુભાઈ જશાભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્થપાઈ હતી. આ વિચારબીજને વટવૃક્ષનું સ્વરૂપ આપવાની જવાબદારી સંસ્થાનાં બીજ નિક્ષેપથી આજ પર્યન્ત ઈસ્માઈલભાઈ કલાણિયા નિભાવી રહયાં છે. તેમની આગેવાની આગવી સૂઝ–બૂઝ અને માર્ગદર્શનથી આ સંસ્થા અનેક પડકારોને ઝીલી લઈને પણ કાયમ વિકસીત થતી જોવા મળી છે.

  આ સંસ્થાનાં સ્થાપનાનાં હેતુ માટે મધુકરભાઈ અમદાવાદ જઈ અનિલભાઈને રૂબરૂ મળ્યા તત્કાલીન ગ્રામ વિકાસ કમિશ્નર પી.કે. લહેરી સાહેબે મહુવા તાલુકામાં વિકાસની જયોત પ્રજવલિત થાય તે માટેના પ્રયત્નો કર્યા. પ્રદિપભાઈ શાહ અને પટેલ સાહેબે આ કાર્યમાં સંપૂર્ણ સહકાર આપી પ્રતિબાધ્ધતા દર્શાવી જેના કારણે આ સંસ્થાનું અસ્તિત્વ પાંગર્યુ.  આ સંસ્થાએ આર્થિક વિકાસ માટે લઘુ ઉદ્યોગો દ્વારા અર્થકરણનાં ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી રહી છે. જેમાં દરેક ક્ષેત્રે તેનું આગવુ સ્થાન બની રહયું છે. ગ્રામ વિકાસ અને સમાજ સેવાને લઈને અનેકવિધ નાની મોટી પ્રવૃત્તિઓ, મેળાવડા, પ્રદર્શનો, કાર્યશાળાઓ યોજાય છે. સ્થાપના સમયે રૂા. ૨૫ કરોડના ચાલનારી આ પ્રવૃત્તિમાં ૩ કરોડ રૂપિયા દાતાઓના દાન પૈકી આવ્યા. રૂા.19 કરોડની સરકારી ગ્રાન્ટ અને અને બાકી રહેલ રૂા. 3 કરોડ જેવી મોટી રકમ  બળવંતભાઈ પારેખ અને પારેખ પરિવારની ઉદાર સખાવતનાં કારણે બળવંતભાઈ પાસેથી પ્રાપ્ત થઈ. આમ મહુવા વિસ્તારમાં આ સંસ્થાની સ્થાપના થઈ અને વિકાસની અવિરત જયોત આજ લગી શરૂ રહી છે.  સંસથાની સ્થાપનાથી આજદિન સુધી ક્રમિક વિકાસ શરૂ રહયોં છે. શરૂઆતમાં દર વર્ષે રૂ ૮૦ હજાર જેટલી ખાદીનું ઉત્પાદન કરતી હતી. હાલમાં સફેદ ખાદી, શીંગ ખાદી, વિવિધ કલરની ખાદી તેમજ ડેનિમ ખાદીનું હાલ રૂા.40 લાખ જેટલુ ઉત્પાદન થાય છે. ખાદી ઉદ્યોગની સાથે નાના નાના ગ્રામોદ્યોગને કેન્દ્રમાં રાખી ગ્રામ રોજગારીમાં ખૂબ મોટું પરિવર્તન લાવી શકાયું. આ ઉત્પાદન ક્ષમતાની હાલની આવક  એક કરોડ જેટલી થાય છે. આ તમામ પ્રવૃત્તિનાં કેન્દ્રમાં ગ્રામ વિકાસ જ મહત્વનો છે. લધુ ઉદ્યોગો દ્વારા રોજગારી નિર્માણની તકો જે ઉભી થઈ અને તેના દ્વારા વિકાસના પાયાનખાયા. આ વિકાસનાં કારણે ગ્રામજીવનનાં લકોને પ્રાથમિક સગવડો, સારવાર વ્યવસાયની તકો નિર્માણ થઈ. કૃષિક્ષેત્રે પણ અને પશુપાલનમાં ખૂબ પરિવર્તન આવ્યું. ખાદી ગ્રામોદ્યોગની પ્રવૃત્તિમાં હાલમાં 250 વ્યકિતઓ રોજી મેળવે છે. જે વાર્ષિક લગભગ21 લાખ જેટલી થાય છે. નિરો વેચાણ કેન્દ્રમાં – તાડગોળ ઉત્પન્ન સહકારી મંડળી લિ. દ્વારા વાર્ષિક 17  હજાર લીટર નિરોનું વેચાણ થાય છે જેમાં આઠ કારીગરો રોજગારી મેળવે છે.  પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં મદદરૂપ થઈ શકાય તે હેતુથી આ સંસ્થા જયાં જરૂર હોય ત્યાં પ્રાથમિક શાળાના રૂમનું બાંધકામ કરી આપે છે. ઉપરાંત તે જ રીતે આંગણવાડી આંગણવાડી સંકુલનું બાંધકામ પણ કરેલ છે. શેહ૨ના પછાત વિસ્તારનાં અક્ષરજ્ઞાનથી વંચિત શાળાએ ન જતાં બાળકોની મોજણી કરી પછાત વિસ્તારમાં રાત્રિશાળાઓ શરૂ કરી બાળકોને અક્ષરજ્ઞાન આપી પ્રાથમિક શાળામાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે દાખલ કરવા સુધીની કાર્યવાહી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. નિરક્ષર લોકોને અક્ષરજ્ઞાન આપી શૈક્ષણિક જાગૃતિ લાવવા બળવંતભાઈ પારેખ દ્વારા સંપુર્ણ સાક્ષરતા અભિયાન હેઠળ આ પ્રવૃત્તિનો 2007 થી કરવામાં આવેલો 7 થી 14 વર્ષનાં શાળા પ્રવેશ વિહોણા 118  બાળકોને રાત્રિશાળામાં સાક્ષર બનાવી રેગ્યુલર શાળામાં પ્રવેશ કરાવી આપેલો.  આ જ રીતે મહિલાઓને સાક્ષર બનાવવા માટે રાત્રિશાળામાં અક્ષરજ્ઞાન આપી ૨૫૨ મહિલાઓને સાક્ષર બનાવવામાં આવેલ છે. આ હતુથી આઠ પ્રૌઢ શાળાઓ કાયમી ચલાવવામાં આવે છે. સંસ્થા ધ્વારા વર્ષ 2014થી મોબાઈલવાન એજયુકેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. જેમાં, એક મોબાઈલવાન—આઈશર બસ આપવામાં આવેલા છે. જેમાં ગામડાઓમાં પ્રાથમિકશાળાના ધો. 1થી 8 ના વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે. હાલ, તેમાં120 પ્રાથમિક શાળાઓને આવરી લેવામાં આવેલી છે. મહુવા તાલુકા ઉપરાંત જેસર તાલુકાની 40 પ્રા. શાળાઓ તેમજ તળાજા તાલુકાની 20 શાળાઓ શરૂ કરવામાં આવી છે. તેમાં વિદ્યાર્થીઓને શબ્દ ઓળખ, જોડણી, શબ્દો બનાવવા, સંજ્ઞાઓ, વિશેષણ, ક્રિયા વિશેષણ સમાનાર્થી, વિરૂધ્ધાર્થી, ક્રિયાપદ, એકવચન–બહુવચન વગેરે અભિનય સાથે રમત ધ્વારા જ્ઞાન આપવામાં આવે છે. તેમજ, તેઓને તે બસમાં નજીકના સ્થળે પ્રેરણા પ્રવાસ પણ કરાવવામાં આવે છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Local 18, Trust, ભાવનગર

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन