રાજ્ય સરકારે ખેડૂતો અને પશુપાલકો માટે લીધા બે મહત્વના નિર્ણય

રાજ્ય સરકારે ખેડૂતો અને પશુપાલકો માટે લીધા બે મહત્વના નિર્ણય
અબોલ પશુઓ માટે દૈનિક 25 રૂપિયા આપવાનો નિર્ણય

પશુઓને ઘાસચારાની અને લોકોને પાણીની કોઈ સમસ્યા પેદા ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વાર આજે બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા

  • Share this:
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે પાણીની સમસ્યાના કારણે પશુઓને ઘાસચારાની અને લોકોને પાણીની કોઈ સમસ્યા પેદા ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વાર આજે બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે પાણીની સમસ્યાના કારણે પશુઓને ઘાસચારાની અને લોકોને પાણીની કોઈ સમસ્યા પેદા ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વાર આજે બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.

આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં ઉનાળાની ગરમી પ્રવર્તી રહી છે ત્યારે ગામડાઓમાં પશુઓને પીવાનું પાણી તથા અન્ય જરૂરીયાતો પુરી થાય તે માટે ગ્રામ્ય સ્તરે આગામી ૨૦ મી મે થી નર્મદાના નીર દ્વારા તળાવો અને ચેકડેમો ભરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ગ્રામ્ય સ્તરે પાણી મળી રહે તે માટે સિંચાઇ વિભાગની માંગણીના આધારે આગામી તા.૨૦ મી મે થી નર્મદાના નીર દ્વારા આ તળાવો ભરાશે જેમાં ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ યોજનાની પાઇપલાઇન સાથે જોડાયેલા ૫૫૦ તળાવો ભરવા માટે ૧૦,૪૬૫ એમ.સી.એફ.ટી. પાણી છોડાશે અને આગામી સમયમાં પણ જેમ જરૂરીયાત ઉભી થશે એ મુજબ પણ પાણી આપવાનું અમારૂ આયોજન છે.

તેમણે ઉમેર્યુ કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ગ્રામ્ય સ્તરે પાણી પહોંચે તે માટે સૌરાષ્ટ્રની મહત્વની એવી “સૌની યોજના” સાથે જોડાયેલા જળાશયો અને ચેકડેમોમાં પણ તા. ૨૦ મી મે થી નર્મદાના નીર દ્વારા ભરવામાં આવશે. જેમાં લીંક-૧ દ્વારા ૧૬ તળાવો, ચેકડેમો, લીંક-૨ દ્વારા ૬ જળાશય અને ૨૯૩ તળાવો ચેકડેમો, લીંક-૩ માં ૬ જળાશયો અને ૫૩ તળાવો ચેકડેમો, લીંક-૪ માં ૧૫ જળાશયો અને ૧૮૫ તળાવો ચેકડેમ મળી અંદાજે કુલ-૨૭ જળાશયો અને ૫૪૭ ચેકડેમો તથા તળાવો ભરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, કચ્છમાં પણ ટપ્પર ડેમ દ્વારા નાગરિકોને પીવાના પાણીની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે ટપ્પર ડેમમાં પણ જરૂરીયાત મુજબ જેટલા પાણીની જરૂર હશે એટલું પાણી નર્મદા નિગમ દ્વારા પુરૂ પાડવામાં આવશે.

અબોલ પશુઓ માટે દૈનિક 25 રૂપિયા આપવાનો નિર્ણય

મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણને કારણે સર્જાયેલી સ્થિતીમાં લોકડાઉનને કારણે રાજ્યના મૂંગા-અબોલ પશુજીવોને ઘાસચારો-પશુ આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી સંવેદના સાથે પશુદિઠ દૈનિક રૂ. રપ સહાય રાજ્ય સરકાર તરફથી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના સચિવ  અશ્વિનીકુમારે આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળના આશરે ૪ લાખ જેટલા પશુઓ માટે મે મહિના પુરતું પશુદિઠ રોજના રૂ. રપની સહાય રાજ્ય સરકાર આપવાની છે.આ સહાય આપવાને પરિણામે રાજ્ય સરકાર અંદાજે ૩૦ થી ૩પ કરોડનો વધારાનો બોજ વહન કરશે. મુખ્યમંત્રીએ આવી  પશુ દીઠ રૂ. રપની દૈનિક પશુ સહાય એપ્રિલ મહિનામાં પણ  પાંજરાપોળ ગૌશાળાઓ માટે જાહેર કરેલી હતી અને જિલ્લા કલેકટરતંત્ર દ્વારા તે ગૌશાળા-પાંજરાપોળને પહોચાડવામાં આવી હતી. આ અંતર્ગત પણ રાજ્ય સરકારે રૂ. ૩૦ થી ૩પ કરોડનો બોજ વહન કર્યો હતો.
મુખ્યમંત્રીએ કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતી વધુ લંબાવાતા આ  મે મહિનામાં પણ પશુઓ-અબોલ જીવોને ઘાસચારો મળી રહે તે માટેની સંવેદના દર્શાવી આ સહાય મે-મહિનામાં પણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
Published by:News18 Gujarati
First published:May 16, 2020, 18:46 pm