Home /News /gujarat /અખિલ ભારતીય પત્રકાર સમિતિની ગાંધીનગર ખાતે કારોબારી બેઠક મળી, સંગઠનમાં ફેરબદલ કરાયા

અખિલ ભારતીય પત્રકાર સમિતિની ગાંધીનગર ખાતે કારોબારી બેઠક મળી, સંગઠનમાં ફેરબદલ કરાયા

ABPSS દ્વારા ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે 26 માર્ચ, રવિવારના રોજ કાર્યકારીની બેઠક મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશની હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત, સંગઠનને લઈને અનેક ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.

ગાંધીનગર: દેશનું સૌથી મોટું પત્રકારોનું સંગઠન અખિલ ભારતીય પત્રકાર સમિતિ (ABPSS) દ્વારા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે 26 માર્ચ, રવિવારના રોજ ગુજરાત પ્રદેશ સંગઠનની બેઠક મળી હતી. આ બેઠકમાં ABPSS સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડિયા હાજરી આપી હતી અને તેમના અધ્યક્ષ સ્થાને બેઠકમાં ગુજરાત પ્રદેશ સંગઠનની પુન: રચના કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, આ કારોબારીની બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે બાબુલાલ ચૌધરી, ગુજરાત પ્રદેશ સંયોજક તરીકે મીનહાજ મલિક, ગુજરાત પ્રદેશ સહ સંયોજક તરીકે ભાવેશ મુલાણી, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વિમલ મોદી, હેમરાજસિંહ વાળાની નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે જ, પ્રદેશ મહામંત્રી ( ઝોન પ્રભારી ) જ્યોતિન્દ્ર ગોસ્વામી ( દક્ષિણ ), જેણુંભા વાઘેલા ( ઉત્તર ), ઈનાયતખાન પઠાણ ( સૌરાષ્ટ્ર ) , તેજેન્દ્રસિંહ ( કચ્છ ), આ સાથે પ્રદેશ મંત્રી ( ઝોન સહ પ્રભારી ) શૈલેશ પરમાર, શેખર ખેરનાર ( દક્ષિણ ), રામજીભાઈ યગોર ( ઉત્તર ), કે જે ગઢવી ( સૌરાષ્ટ્ર ), સંજીવ રાજપુત ( અધ્યક્ષ - સભ્ય જોડો અભિયાન ), દિનેશ ગઢવી ( કા. સભ્ય ), વિકી પટેલ ( કા. સભ્ય )ના હોદ્દા પર સ્થાન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ABPSS દ્વારા સતત 'પત્રકાર સુરક્ષા કાનૂન'ની માંગ બાદ છત્તીસગઢ સરકારની મંજૂરી, ભૂપેશ બઘેલ કેબિનેટે મારી મહોર

આ સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રભારી તરીકે ભાવેશ આહીર ( કચ્છ ), ધીરેન મકવાણા ( રાજકોટ ), પરેશ પરિયા ( મોરબી ) , પ્રકાશ દવે ( જુનાગઢ ), વિષ્ણુ જાદવ ( અમરેલી, બોટાદ અને ભાવનગર ), સમ્રાટ બૌદ્ધ ( પોરબંદર ), દીપક કક્કડ ( ગીર સોમનાથ ),રાજુદાન ગઢવી ( સુરેન્દ્રનગર ) કાંતિ જોશી ( પાટણ ), હેતન જોશી ( અરવલ્લી અને મહિસાગર ), અરવિંદસિંહ ચાવડા અને વીરભદ્ર સિંહ ઝાલા ( સાબરકાંઠા ), અનિલ મકવાણા અને નાગજી બારોટ ( ગાંધીનગર ), પ્રીતેશ પારેખ અને સાજીદ હલદરવા ( વડોદરા, છોટાઉદેપુર, આણંદ અને નડિયાદ ), જ્યોતિન્દ્ર ગોસ્વામી અને શેખર ખેરનાર ( વલસાડ, સુરત અને તાપી )ને જવાબદારી સોંપાવમાં આવી હતી.



ઉલ્લેખનીય છે કે, હાલમાં જ છત્તીસગઢ સરકારે પત્રકારની સુરક્ષાને લઈને કાનુન પાસ કર્યો છે. જેના આજથી 5 વર્ષ પહેલા CM ભુપેશ બઘેલે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિને વચન આપ્યું હતું જે હાલ પુરુ કર્યું છે. જેને લઈને સમગ્ર દેશમાં પત્રકારો આ અંગે અલગ અલગ રાજ્યોની સરકારને આવેદનો આપી ત્યાં પણ આ કાનૂન લાગુ કરવા માંગ કરી રહ્યા છે. જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી રહી છે. આ સંગઠનો સાથે જોડાયેલા ગુજરાતના અનેક પત્રકારોએ પણ આ માંગને તેજ કરી છે. જેને લઈને અને કાર્યક્રમો પણ આવનારા સમયમાં આપવામાં આવશે તેવું ABPSS ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડિયાએ જણાવ્યું હતું.
First published:

Tags: Gandhinagar News, Indian Journalists, Protection