દયારામ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓ અને છેલ્લે 12 વર્ષથી હરિયાણાની એક કંપનીમાં કામ કરતો હતો.
Vapi Crime: આ વ્યક્તિનું નામ દયારામ છે. અને દયારામ પર જૂન 1992માં વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસનો ગુનો દાખલ થયો હતો. મૂળ મધ્યપ્રદેશનો દયારામ અફીણના હેરાફેરી સાથે સંકળાયેલો હતો.
ભરતસિંહ વાઢેર, વાપી: 'કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ' આ કહેવત વાપીમાં સાચી ઠરી છે. વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનના ચોપડે 31 વર્ષથી ફરાર આરોપી અંતે હરિયાણાથી ઝડપાયો છે. એનડીપીએસના ગુનામાં ફરાર આરોપી દયારામને વલસાડ એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો છે. વાપી જીઆઇડીસી પોલીસ જાપ્તામાં આવેલા આધેડ વયનો વ્યક્તિ પ્રથમ નજરે સામાન્ય લાગે છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી વાપી પોલીસ ચોપડે આ વૃદ્ધ ફરાર હતો.
આ વ્યક્તિનું નામ દયારામ છે. અને દયારામ પર જૂન 1992માં વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસનો ગુનો દાખલ થયો હતો. મૂળ મધ્યપ્રદેશનો દયારામ અફીણના હેરાફેરી સાથે સંકળાયેલો હતો. ઘટનાની વિગતે વાત કરીએ તો વાપી જીઆઇડીસી પોલીસે વર્ષો અગાઉ વાપીના ઔદ્યોગિક વિસ્તારમાં એક રેડ કરી હતી. અને એક ખોલીમાં છાપા દરમિયાન છોટેલાલ નામનો વ્યક્તિ 10 તોલા અફીણ સાથે ઝડપાયો હતો.
ઝડપાયેલ આરોપી છોટેલાલે જે તે વખતે આ અફીણ તેના પિતરાઈ ભાઈ દયારામ પાસેથી ખરીદ્યુ હતું. તેથી વાપી જીઆઇડીસી પોલીસ 31 વર્ષથી આરોપી દયારામને ઝડપવા અનેક વાર મધ્યપ્રદેશ ગઈ હતી. પરંતુ આરોપી લાંબા સમય સુધી પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યો હતો. અંતે વલસાડ એસ.ઓ.જીની ટીમે આરોપી દયારામને હરિયાણાથી ઝડપી પાડ્યો છે. પોતાના પરિવારને છોડીને દયારામ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓ અને છેલ્લે 12 વર્ષથી હરિયાણાની એક કંપનીમાં કામ કરતો હતો.
જોકે વલસાડ એસઓજીની ટીમે મેરાથોન તપાસ બાદ અંતે આરોપીને ઝડપી પાડ્યો છે. દયારામ લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ થયો છે. પરંતુ અંતે જવાનીમાં કરેલ એક ગુનામાં તે 31 વર્ષે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. યુવાનીમાં પૈસા કમાવાની લાયમાં અફીણના ધંધા સાથે જોડાયેલો દયારામ હાલ તો કંપનીમાં ઈજ્જતની નોકરી કરતો હતો. પરંતુ ભૂતકાળમાં આચરેલ એક ગુન્હો તેનો પિછો છોડ્યો નથી. અંતે જુલાઈ 1992માં આચરેલા ગુનામાં દયારામે બુઢાપામાં સળિયા ગણવાનો વારો આવ્યો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર