Home /News /gujarat /AMUએ હિઝબુલમાં જોડાયેલા PhD સ્ટુડન્ટને કાઢી મૂક્યો, હોસ્ટેલનો રૂમ સિલ

AMUએ હિઝબુલમાં જોડાયેલા PhD સ્ટુડન્ટને કાઢી મૂક્યો, હોસ્ટેલનો રૂમ સિલ

મન્નન બુશીર વાનીના મિત્રએ ફેસબુક પર શેર કરેલી તસવીર

પોલીસે અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે વાની જે રૂમમાં રહેતો હતો તેને પણ સિલ કરી દીધો છે.

નવી દિલ્હીઃ અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ પોતાના સ્કોલર સ્ટુડન્ટ મન્નન બશીર વાનીને કાઢી મૂક્યો છે. બે દિવસ પહેલા વાનીનો એક ફોટો વાયરલ થયો હતો. જેમાં તે રાઇફલ સાથે જોવા મળ્યો હતો. એવો રિપોર્ટ સામે આવ્યા છે કે, વાની આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાઈ ગયો છે.

પોલીસે અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે વાની જે રૂમમાં રહેતો હતો તેને પણ સિલ કરી દીધો છે. વાણીના રૂમમાંથી અનેક વાંધાજનક વસ્તુઓ પોલીસે જપ્ત કરી લીધી છે.

વાની હોસ્ટેલમાંથી રજા લઈને કાશ્મીર ખાતે તેમના પરિવારને મળવા ગયો હતો. જોકે, તે ઘરે પહોંચ્યો જ ન હતો. આ દરમિયાન તે આતંકી સંગઠન હિઝબુલમાં જોડાઈ ગયો હતો. તેણે ફેસબુક પોસ્ટ પર સુરક્ષા દળો દ્વારા હેરાનગતી કરવામાં આવતી હોવાની વાત લખી હતી.

રવિવારે વાનીની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં તે એક ઓટોમેટિક રાઇફલ સાથે નજરે પડે છે. ફોટોગ્રાફ્સમાં લખવામાં આવેલા કેપ્શન પ્રમાણે વાનીએ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન જોઈન કર્યું છે. તે પાંચ જાન્યુઆરીએ આતંકી સંગઠન સાથે જોડાઈ ગયો છે, તેનું કોડનેમ હમઝા બાઇ છે.

વાની એમફીલના અભ્યાસ બાદ પીએચડી કરવા માટે એએમયુમાં આવ્યો હતો. તેના પિતા લેક્ચરર અને તેનો ભાઈ જમ્મુ-કાશ્મીર સરકારમાં જૂનિયર એન્જીનિયર છે. એએમયુની વેબસાઈટ પ્રમાણે 2016માં ભોપાલમાં AISECT યુનિવર્સિટી ખાતે યોજાયેલી ઇન્ટરનેશલ કોન્ફરન્સમાં વાનીને 'બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન એવોર્ડ' મળ્યો હતો. 'વોટર, એન્વાયરનમેન્ટ એનર્જી એન્ડ સોસાયટી'ના વિષય પર આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાનીના એક મિત્રએ નામ જાહેર ન કરવાની શરતા જણાવ્યું હતું કે, 'ગયા વર્ષે વાની જ્યારે પોતાના ઘરે શ્રીનગર જઈ રહ્યો હતો ત્યારે આર્મી દ્વારા તેને આતંકી સમજીને તેને પરેશાન કરવામાં આવ્યો હતો. તે બનાવથી તેને આઘાત લાગ્યો હતો. વાનીએ મિત્રોને જણાવ્યું હતું કે તેને કેવી રીતે પરેશાન કરવામાં આવ્યો હતો. જોકે, હું એવું બિલકુલ નથી માનતો કે તે આતંકી સંગઠન સાથે જોડાઈ શકે છે.'
First published:

Tags: Aligarh Muslim University, Hizbul mujahideen

विज्ञापन
विज्ञापन