Home /News /gujarat /Amreli Election Results 2022: કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અમરેલીથી હાર્યા, BJPના કૌશિક વેકરીયા જીત્યા

Amreli Election Results 2022: કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અમરેલીથી હાર્યા, BJPના કૌશિક વેકરીયા જીત્યા

અમરેલી બેઠક પર અપસેટ, કોંગ્રેસના દિગ્ગજ પરેશ ધાનાણીની હાર.

Amreli Election Result News: સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં 5 વિધાનસભા બેઠક પર ભાજપે સપાટો બોલાવ્યો છે. મહત્વનું છે કે 2017માં જીલ્લાની તમામ બેઠકો પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો હતો જોકે આ વર્ષે પોતાની પકડ જમાવી રાખવામાં સફળ થશે કે નહીં તે તો પરિણામ જ કહેશે.

વધુ જુઓ ...
    અમેરલી જીલ્લામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. 2017માં જીલ્લાની તમામ પાંચ બેઠકો પર વિજય મેળવ્યા બાદ 2022માં પોતાની બેઠકો જાળવી રાખવામાં કોંગ્રેસ અસફળ રહેતું હોવાનું દેખાઈ રહ્યું છે. અમરેલી બેઠક પરથી પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ભાજપના કૌશિક વેકરીયા સામે હારી ગયા છે.

    જીલ્લાની પાંચ પૈકી 4 બેઠક પર ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે. જેમાં અમરેલીથી કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, લાઠીથી વિરજી ઠુમ્મર, રાજુલા બેઠકથી અમરિષ ડેર સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતા મતગણતરીના હાલના ટ્રેન્ડ મુજબ પાછળ ચાલી રહ્યા છે.

    અહીં મહત્વનું છે કે અમરેલીથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ખૂબ જ મોટા તફાવત સાથે પાછળ છે અને ત્રીજા નંબર પર ચાલી રહ્યા છે. જ્યારે આપ આ બેઠક પર બીજા નંબરે ચાલી રહ્યું છે.

    અમરેલી જીલ્લાની કુલ પાંચ બેઠકો ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા આ તમામ બેઠકો પર 2017માં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા હતા. જોકે આ વખતે કોંગ્રેસના ઉમેદવારોને ભાજપની સાથે સાથે આપના ઉમેદવારોનો પણ સામનો કરવાનો છે ત્યારે કોંગ્રેસ આ જીલ્લાની કેટલી બેઠકો બચાવી શકે છે તે જોવાનું રહ્યું છે.

    પ્રાપ્ત અહેવાલ મુજબ શરુઆતની ગણતરીના અપડેટને ધ્યાને લઈએ તો ધારી બેઠક પથી આપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. જ્યારે અમરેલીથી પરેશ ધાનાણી આગળ ચાલી રહ્યા હતા. જોકે ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયાએ હાલ તેમને પાછળ રાખી દીધા છે.

    અમરેલી બેઠક (amreli assembly constituency) ગુજરાત વિધાનસભા પૈકી 182 બેઠકોમાંની એક બેઠક છે. આ બેઠકને ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે. જોકે 2012 અને 2017માં કોંગ્રેસના પરેશ ધાનાણીએ આ બેઠક પર પોતાનો કબ્જો કર્યો હતો. અમરેલી બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 1627980 મતદારો છે જેમાં 843668 પુરુષ, 784291 મહિલા અને 21 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Election Results 2022, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन