Home /News /gujarat /

અમરેલી જીલ્લા ભાજપમાં ચાલી રહેલ જુથવાદ હવે સપાટી પર આવ્યો,દિલીપ સંઘાણી જૂથના કાર્યકરો નારાજ

અમરેલીઃ અમરેલી જીલ્લા ભાજપમાં ચાલી રહેલ જુથવાદ હવે સપાટી પર આવી ગયો છે. બુધવારે સાવરકુંડલા ના અમૃતવેલ ગામે યોજાયેલ જીલ્લા ભાજપની કારોબારી બેઠકમાં પણ ભાજપનો જુથવાદ સ્પષ્ટ જોવા મળ્યો હતો. પ્રદેશ ભાજપના મહામંત્રી મનસુખ માંડવીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જીલ્લા કારોબારી બેઠકની કાર્યસુચીમાંથી દિલીપ સંઘાણીના નામની બાદબાકી કરાતા સંઘાણી જૂથના કાર્યકર્તાઓ નારાજ થયા હતા અને જીલ્લા કારોબારી મીટીંગ માંજ વિરોધ નોંધાવતા રાજકીય માહોલ માં ગરમાવો આવી ગયો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

અમરેલી જીલ્લામાં ભાજપ ના બે જૂથો થઇ ગયા છે. પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીનું જૂથ અને સાંસદ નારણ કાછડિયાનું જૂથ હોવાથી જીલ્લા ભાજપમાં ઉભા બે ફળિયા સ્પસ્ટ હોય તેવું બુધવારે સાવરકુંડલા ના અમૃતવેલ ખાતે જીલ્લા ભાજપની મળેલી કારોબારી મીટીંગ માં જુથવાદ સમો આવ્યો હતો જીલ્લા ભાજપ ની કારોબારી મીટીંગમાં દિલીપ સંઘાણી ની બાદબાકી કરાતા સંઘાણી જૂથના જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મનસુખ સુખડીયા અને શરદ પંડ્યા એ વિરોધ કરતા ચાલુ મીટીંગમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

મંગળવારે જ દિલીપ સંઘની દ્વારા અમરેલીના સંસદ નારણ કાછડિયા અને લાઠીના ધારાસભ્ય બાવકુ ઉન્ધડ પર આક્ર પ્રહાર કર્યા બાદ આજે અમરેલી જીલ્લા ભાજપની કારોબારી બેઠકની કાર્યસુચી માંથી દિલીપ સંઘાણીનું નામ ગાયબ થઇ જતા સંઘની જૂથના કાર્યકરો ઉકલી ઉઠ્યા હતા. અને એક તબ્બકે કારોબારી બેઠક છોડીને કેટલાક કાર્યકરોએ ચાલતી પકડી હતી.આ અંગે પ્રદેશ ભાજપના મહામંત્રી મનસુખ માંડવીયા એ જણાવ્યું હતું કે પક્ષના કાર્યકરોમાં કદાચ મત ભેદ હોય પરંતુ કોઈ વચે મનભેદ નથી અને આ મામલો અમે સાથે બેસી ને ઉકેલી દઈશું
First published:

Tags: જુથવાદ, ભાજપ, સાંસદ

આગામી સમાચાર