સિંહોના અપમૃત્યુ મામલે કોર્ટ મિત્રએ હાઇકોર્ટને 9 ભલામણો કરી

એમિક્સ ક્યૂરીનો અહેવાલ સિંહોના અકાળે અવાસન પાછળ જવાબદાર મુદ્દાઓ અને સૂચનો હાઇકોર્ટને સોંપાયા

News18 Gujarati
Updated: June 20, 2019, 4:35 PM IST
સિંહોના અપમૃત્યુ મામલે કોર્ટ મિત્રએ હાઇકોર્ટને 9 ભલામણો કરી
એશિયાટિક લાયન (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: June 20, 2019, 4:35 PM IST
સંજય જોષી : રાજ્યમાં સિંહોના અકાળે થયેલા અવસાન મુદ્દે કોર્ટ મિત્ર પાસે હાઇકોર્ટે એક અહેવાલ માંગ્યો હતો, કોર્ટ મિત્રએ 9 મુદ્દાનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ ચોંકાવનારા રિપોર્ટમાં અનેક તારણો બહાર આવ્યા છે. કોર્ટ મિત્રે સોંપેલા રિપોર્ટમાં સિંહોનું અકાળે થતું અવસાન અટકાવવા કેટલાક સૂચનો આપ્યા છે.

9 મુદ્દાનો રિપોર્ટ
નવ મુદ્દાઓના આ અહેવાલમાં સિંહોના મોત પાછળ ખુલ્લા કુવાઓ, રેલેવ લાઇનના ઇશ્યુસ, ઇલેક્ટ્રીક ફેન્સિંગ, રસ્તાઓ, ગેરકાયદેસર ખનન, ગેરકાયદેસર ચાલતા લાયન શો, ટ્રેકર્સની અછત વગરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કુદરતી રીતે મારણ માટે પશુઓની અછત. સિંહોનું રેડિયો કોલરીંગ અને જીપીએસ ટ્રેકિંગની સુવિધાના અભાવનપણ એમિક્સ ક્યૂરીએ ટાંકી છે. ટ્રેનની અડફેટે મતોને ભેટતા વનરાજોને બચાવવા માટે પીપાવાવ જતી રાતની ટ્રેનો બંધ કરવી જોઈએ તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોર્ટ મિત્ર દ્વારા સિંહોને સંરક્ષણ માટે તેમના અકાળે અવસાનને અટાકાવવા માટે આ ભલામમો કરવામાં આવી છે.


આ પણ વાંચો : અમદાવાદ રથયાત્રા માટે આસામથી 4 હાથી ટ્રેનમાં લવાશે, પ્રાણી પ્રેમીઓમાં ચિંતા
Loading...

સિંહોના ગળામાં રેડિયો કોલર
આ રિપોર્ટમાં સૂચન આપવામાં આવ્યું છે કે સિંહોના ગળામાં GPS સાથેનો રેડિયો કોલર બાંધવો જોઈએ જેથી તેમનું ટ્રેકિંગ કરી શકાય ઉપરાંત ઇલેક્ટ્રોનિક ફેન્સિંગ કરનારા લોકોની માહિતી આપનારા લોકોને સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ.

ગેરકાયદેસર લાયન શો
રિપોર્ટમાં સૂચન આપવામાં આવ્યું છે કે ગેરકાયદેસર લાયન શો ચલાવનારા લોકો પર બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવામાં આવે તેવું સૂચન કરાયું છે. ગીરમાં સિંહ શિકાર કરે છે તેવા પશુઓની સંખ્યા ઘટી હોવાનો પણ અહેવાલ બહાર આવ્યો છે. ગીરમાં આવા પશુઓની સંખ્યા વધારવા પણ સૂચન આપવામાં આવ્યું છે. સિંહ માટે પાણી અછત હોવાનું પ્રાથમિક તારણ છે . સિંહ માટે યોગ્ય સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો હતો.

 
First published: June 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...